વડનગરમાં ગૃહપ્રધાન અમિત શાહને હસ્તે મ્યુઝિયમનું લોકાર્પણ

વડનગરઃ PM મોદીના વતન વડનગરમાં રૂ. 300 કરોડના ખર્ચે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, એમાં 2500 વર્ષ જૂની સંસ્કૃતિના આશે 5000 અવશેષ પ્રદર્શિત કરવામાં આવ્યા છે આ સાથે PMએ વડનગરની જે પ્રાથમિક સ્કૂલમાં શિક્ષણ લીધું હતું કે સ્કૂલને પ્રેરણા સંકુલ તરીકે વિકસિત કરવામાં આવી છે.

આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ભારતનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ પ્રવાસીઓને 2500 વર્ષની ઐતિહાસિક યાત્રાનો અનુભવ કરાવશે. આજે મ્યુઝિયમ ઉપરાંત પ્રેરણા સંકુલ અને સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું લોકાર્પણ ગૃહપ્રધાન અમિત શાહને હસ્તે કરવામાં આવ્યું છે.

પ્રેરણા સંકુલ-સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું લોકાપર્ણ કરવા સાથે ખેલાડીઓને અહીં અત્યાધુનિક તાલીમ મળશે. રૂ. 298 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરાયેલું આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ગૃહમંત્રી અમિત શાહે ઉદ્‌ઘાટન કર્યું હતું. આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ મ્યુઝિયમમાં 5000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. વિવિધ સમયગાળાની કલાઓ, શિલ્પો, વિવિધ ભાષાને પ્રદર્શિત કરતી નવ થિમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે. રૂ.72 કરોડના ખર્ચે નિર્માણ થયેલા ‘પ્રેરણા સંકુલને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે.

આજે વડનગરમાં સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સને પણ ખુલ્લું મુકવામાં આવ્યું છે. ખેલાડીઓને અત્યાધુનિક તાલીમ સુવિધા મળી રહે તે હેતુ સાથે સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં વિવિધ ઇનડોર સ્પોટ્‌ર્સની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.