મુંબઈ – કુદરતપ્રેમીઓ, પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખતા અને સાહસખેડુઓ માટે એક ખૂબ રસપ્રદ કાર્યક્રમ મુંબઈમાં શરૂ થયો છે.
અહીંના અંધેરી (પશ્ચિમ) ઉપનગર ખાતે આવેલા ભવન્સ નેચર એન્ડ એડવેન્ચર સેન્ટરમાં વાઈલ્ડ હોલીડેઝ દ્વારા યોજવામાં આવ્યો છે ૯મો ‘પ્રકૃતિઃ ભવન્સ નેચર ફેસ્ટિવલ.’
આ ફેસ્ટિવલ 19 અને 20 જાન્યુઆરી સુધી ચાલશે.
ફેસ્ટિવલના ડાયરેક્ટર હિમાંશુ પ્રેમ જોશી પ્રેરિત આ ફેસ્ટિવલની પ્રવૃત્તિઓ એટલી બધી રસપ્રદ છે કે એનો અનુભવ ગુમાવવા જેવો નથી.
મુંબઈના આ નંબર-1 યુનિક નેચર ફેસ્ટિવલની અનેક વિશેષતાઓ છે. જેમ કે, એમાં નેચર ટ્રેલ ઓન બાયો-ડાઈવર્સિટી, ડોગ શો, ઓર્ચિડ એન્ડ બોન્સાઈ ડિસ્પ્લે, મ્યુઝિકલ ટ્રીટ્સ, ફન સાયન્સ, ટ્રાઈબલ ટ્રેઈલ્સ, નેચર ફોટો એક્ઝિબિશન, મેડિસીનલ પ્લાન્ટ્સ ડિસ્પ્લે બટરફ્લાય ઝોન, એનિમલ કેર સેશન્સ, સ્પિરીચ્યુઅલ હોમિયોપેથી હેલ્થ ચેક-અપ, ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ સ્ટોલ્સ તથા બીજું ઘણું બધું.
સાહસના શોખીનો માટે રોક ક્લાઈમ્બિંગ, રેપલિંગ, કમાન્ડો નેટ, બર્મા બ્રિજ, ફ્લાઈંગ ફોક્સ, રોક ક્લાઈમ્બિંગ એન્ડ રેપલિંગ, ઝિપ લાઈન, આર્ચરી, રાઈફલ શૂટિંગ વગેરે ઉપલબ્ધ છે.
આ ઉપરાંત ફોક કલ્ચરલ મ્યુઝિક, ઓરિગેમી, વેજિટેબલ ગાર્ડન એન્ડ કોમ્પોસ્ટ, બર્ડ બેઝિક્સ, પેટ કેર, નો ધ સેલ્ફ એન્ડ હેલ્થ પ્રોડકટ્સ સ્ટોલ્સ પણ છે.
આ ફેસ્ટિવલની મુલાકાત માટે 2000થી વધુ શાળાનાં બાળકો, તેમજ અસંખ્ય પરિવારજનોએ નામ નોંધાવી દીધાં છે.
આ ફેસ્ટિવલ વિશે વધુ જાણકારી માટે આ વેબસાઈટની વિઝિટ લો. https://www.prakrutinaturefest.com