મુંબઈઃ ગેટવે ઓફ ઇન્ડિયાને 100 વર્ષ પૂરાં થવા પર મહારાષ્ટ્ર સરકારના ટુરિઝમ વિભાગ અને મુંબઈ ફેસ્ટિવલ કમિટી દ્વારા મુંબઈ ફેસ્ટિવલ-2024નું આયોજન 25 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ અંતર્ગત સાંજે છ કલાકથી રાત્રે 10 કલાક સુધી ગેટવે ઓફ ઇન્ડિયા પર મુંબઈ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેલિબ્રિટિઝ પણ મુંબઈકરો સાથે જોડાયા હતા.
મુંબઈ વોક-2024 વિરાસતની સાથે શહેરની સાથે પણ સંબંધ ગાઢ કરે છે. મુંબઈ વોક એકતાનું પ્રતીક છે, કેમ કે દૈનિક મુંબઈકરોની સાથે મશહૂર હસ્તીઓ પણ સાથે-સાથે ચાલે છે અને મુંબઈની સમાવેશી સ્પિરિટને દર્શાવે છે. જોકે મુંબઈ ફેસ્ટિવલ-2024 મુંબઈ વોકના માધ્યમથી શહેરીજનો-મુંબઈકર પર પ્રકાશ ફેંકે છે. આ કાર્યક્રમમાં મુંબઈવાસીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો, જેમણે મુંબઈના ઘડતરમાં ફાળો આપ્યો છે, જેમની અજાણી વાર્તાઓને શોધવાની યાત્રા શરૂ કરી છે.
મુંબઈ વોક થકી ગુમનામ નાયકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં પ્રત્યેકને કાર્યક્રમમાં સારી રીતે સન્માનવામાં આવ્યા હતા. એમાં સન્માનિત થનારા ઇન્ડિયન આર્મીના અધિકારીઓ, ભારતીય નેવીના અધિકારીઓ, મુંબઈ ટ્રાફિક પોલીસ અધિકારીઓ, ટેક્સી ડ્રાઇવરો, રિક્ષા ડ્રાઇવરો, મુંબઈના ડબ્બાવાળા, રેલવેના લોકોમોટિવ પાઇલટ્સ, ડોક્ટર્સ, નર્સીસ અને અન્ય લોકો સામેલ હતા.
મુંબઈ વોક્સ મુંબઈ ભૂતકાળને જીવંત કરવાના રૂપે ઊભરી છે, જેણે એ વ્યક્તિઓ પર પ્રકાશ ફેંક્યો હતો, જેમની દ્રઢતા, હિંમત અને નિઃસ્વાર્થ યોગદાને શહેરના આત્માને ઝીણવટથી ઢાળ્યો છે. આ વોકમાં ભાગ લેતા સહભાગીઓની વય અને પૃષ્ઠભૂમિ ભલે અલગ-અલગ હોય, પણ તેઓ ગુમનામ હીરોનું સન્માન કરવા એકજુટ થયા છે, એ મુંબઈનું ગૌરવ છે. આ કાર્યક્રમમાં મુંબઈકરોએ શહેરની સંસ્કૃતિ અને વિરાસતની સાથે ગાઢ સંબંધને ઉજાગર કર્યો છે અને એ દ્વારા મુંબઈના ગૌરવશાળી અતીતમાં નોંધપાત્ર યોગદાન આપનારા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.
મુંબઈના આ ગુમનામ નાયકોને સન્માનિત કરતાં રાજ્યના ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતું કે મુંબઈનું સ્પિરિટ ક્યારે કથળ્યું નથી, ક્યારેય થાકતું નથી અને ક્યારેય ડરતું નથી. આ શહેરમાં લોકો સપનાં લઈને આવે છે અને મુંબઈ એ સપનાંને હકીકતમાં ફેરવી કાઢે છે. દરેક વ્યક્તિની સામૂહિક પ્રગતિનું ઉદાહરણ મુંબઈ ફેસ્ટિવલ દ્વારા મુંબઈ વોક જેવી પહેલ છે, જે શહેરને કંઈક ખાસ બનાવે છે. આવો, સાથે મળીને સૌના પ્રયાસોના માધ્યમથી આપણે મુંબઈને એક નવો આકાર આપીએ અને અદ્વિતીય ઓળખ બનાવીએ. આપણો સમાજ એ મુંબઈના હ્દયના ધબકારા છે, એમ તેમણે કહ્યું હતું.
આ ઇવેન્ટમાં રોહિત શેટ્ટી, શિલ્પા શેટ્ટી, સિદ્ધાર્થ મલ્હોત્રા, અમૃતા ફડનવીસ, પંકજ ત્રિપાઠી. કપિલ શર્મા, કબીર બેદી, વિવેક ઓબેરોય સહિત અને સેલિબ્રિટીઝે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ટુરિઝમ મંત્રી ગિરિશ મહાજન, સ્કૂલ ઓફ એજ્યકેશન અને મરાઠી ભાષાના મંત્રી દીપક કેસરકર અને સ્કિલ, એમપ્લોયમેન્ટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ પણ મુંબઈ વોકમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં પંકજ ત્રિપાઠી, અમૃતા ફડનવીસ, રિકી કેજ અને અન્ય પ્રતિભાશાળી કાલકારો દ્વારા અસાધારણ કૌશલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને દર્શકોને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા હતા.
મુંબઈ વોકનો અનુભવનો અનુભવ મુંબઈના આઇકોનિક રસ્તાઓ કરતાં ક્યાંય વધુ યાદગાર હતો. એ ગુમનામ હીરો પ્રત્યે કૃતજ્ઞતા અને શ્રદ્ધાંજલિની અભિવ્યક્તિ હતી, જેણે મુંબઈને સપનાંનું શહેર બનાવ્યું છે.
(ફોટો- દીપક ધુરી)