મોટા ભાગનાં એક્ઝિટ પોલ્સનું અનુમાનઃ ફરી ભાજપ-NDA સરકાર; ગુજરાતમાં ભાજપની બંપર જીત

મુંબઈ – 2019ની લોકસભાની ચૂંટણીમાં 542 સીટ માટે મતદાનના સાતેય રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને ચૂંટણીમાં શું પરિણામ આવશે એ વિશે વિવિધ ટીવી ન્યૂઝ ચેનલો અને એજન્સીઓએ એમનાં એક્ઝિટ પોલ અંદાજો રજૂ કર્યા છે. મોટા ભાગના એક્ઝિટ પોલ્સમાં ભાજપના ફરી વિજયની આગાહી કરાઈ છે. નરેન્દ્ર મોદી જ ફરી સરકાર રચશે એવાં તારણો રજૂ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સત્તા મેળવવા માટે કોઈ પણ પક્ષ કે જોડાણે ઓછામાં ઓછી 272 સીટ જીતવી પડે.

એક્ઝિટ પોલ્સમાં એનડીએના આસાન વિજયનો પણ ઉત્તર પ્રદેશ રાજ્યમાં મોટા પાયે ધોવાણ થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.

(ચોખવટઃ એક્ઝિટ પોલ્સ ઘણી વાર ખોટા પણ પડે છે)


રીપબ્લિક ભારત-સીવોટર એક્ઝિટ પોલનું તારણઃ

કુલ 542માંથી, બીજેપી સાથી પક્ષોને 287 બેઠક મળશે, કોંગ્રેસને 128, અન્યોને 17 બેઠક મળશે

મહારાષ્ટ્રમાં કુલ 48માંથી, એનડીએને 34, યુપીએને 14 સીટ મળશે

ઉત્તર પ્રદેશમાં બસપા-સપાને 40 સીટ મળશે, ભાજપને 38, અન્યોને 2 સીટ મળશે.

પશ્ચિમ બંગાળમાં ભાજપ 11, તૃણમુલ કોંગ્રેસ 29, કોંગ્રેસની આગેવાની હેઠળનું યુપીએ 2 સીટ જીતશે.

બિહારમાં કુલ 40માંથી, એનડીએને 33, યુપીએને પાંચ, અન્યોને બે સીટ મળશે


એબીપી-CSDS-નીલસન

કુલ 542 સીટમાંથી ભાજપ-એનડીએને 267 સીટ મળશે, કોંગ્રેસ-યુપીએને ભાગે 127 સીટ આવશે તથા અન્યોને મળશે 148 સીટ.

ગુજરાતમાં બીજેપીની જબ્બર જીત થશે. કુલ 26માંથી 24 ભાજપ જીતશે, કોંગ્રેસને માત્ર બે મળશે.

મહારાષ્ટ્રમાં કુલ 48 સીટમાંથી ભાજપ-શિવસેના યુતિ 34માં જીતશે, કોંગ્રેસને 14 મળશે.

ઉત્તર પ્રદેશમાં કુલ 80માંથી મહાગઠબંધન (સપા, બસપા, આરએલડી) 56 સીટ જીતીને ક્લીન સ્વીપ કરશે. બીજેપીને 22 સીટ મળશે, કોંગ્રેસને 2 સીટ

પશ્ચિમી યૂપીમાં બીજેપીને નુકસાન થશે. ગઠબંધન 27માંથી 21 બેઠક જીતી જશે.


ટાઈમ્સ નાઉ-VMR

કુલ 542માંથી એનડીએને 306, યુપીએને 132, અન્યોને 104 બેઠક મળશે

ગુજરાતમાં કુલ 26માંથી ભાજપને 23, કોંગ્રેસને 3 સીટ મળશે

મહારાષ્ટ્રમાં કુલ 48માંથી ભાજપ-શિવસેનાને 38, કોંગ્રેસ-સાથી પક્ષોને 10 સીટ મળશે

ઉત્તર પ્રદેશમાં કુલ 80માંથી એનડીએને 58, સપા-બસપાને 20, કોંગ્રેસને 2 સીટ મળશે

પશ્ચિમ બંગાળમાં કુલ 42 સીટમાંથી એનડીએને 11, યુપીએને 2, અન્યોને 29 બેઠક મળશે

બિહારમાં કુલ 40માંથી, એનડીએને 30 અને યુપીએને 10 બેઠક મળશે

તામિલનાડુમાં કુલ 38 બેઠકોમાંથી, યુપીએને 29, એનડીએને 9 સીટ મળશે


આજતક-ઈન્ડિયાટુડે-એક્સિસ

દેશભરમાં 542માંથી એનડીએને 275, યુપીએને 85, અન્યોને 72 બેઠક મળશે

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાને 38-42 સીટ મળશે, કોંગ્રેસ-સાથી પક્ષોને 6-10 સીટ મળવાની સંભાવના છે

ગુજરાતમાં કુલ 26માંથી, ભાજપ-એનડીએને 25 અને યુપીએને 1 સીટ મળશે

પશ્ચિમ બંગાળમાં કુલ 42માંથી, એનડીએ તથા અન્યો 21-21 બેઠક લેશે

બિહારમાં 40 સીટમાંથી, એનડીએ 39 સીટ લઈ જશે, કોંગ્રેસને એકેય નહીં મળે, અન્ય એક સીટ પર અન્ય ઉમેદવાર જીતશે.

તામિલનાડુમાં 38માંથી, યુપીએ 36 તથા એનડીએ બે સીટ જીતશે


રીપબ્લિક ભારત-જન કી બાત

કુલ 542માંથી ભાજપને 305, કોંગ્રેસને 124, અન્યોને 113 બેઠક મળશે

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાને 37 સીટ મળશે, કોંગ્રેસ-સાથી પક્ષોને 14 સીટ મળવાની સંભાવના છે

ઉત્તર પ્રદેશમાં, એનડીએને 38, સપા-બસપાને 40, કોંગ્રેસને 2


ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્ય

મધ્ય પ્રદેશમાં ભાજપ અને સાથી પક્ષો 27 સીટ જીતશે, કોંગ્રેસને બે સીટ મળશે.


ન્યૂઝ18-IPSOS

વડા પ્રધાન મોદીના નેતૃત્ત્વ હેઠળ એનડીએ 300થી વધારે સીટ જીતશે