અભિનેતા રજત બેદીની કારે રાહદારીને ટક્કર મારી; પોલીસે ફરિયાદ નોંધી

મુંબઈઃ બોલીવુડ અભિનેતા રજત બેદી ગઈ કાલે સાંજે અહીંના અંધેરી (વેસ્ટ) વિસ્તારમાં તેની કાર વડે એક રાહદારીને ટક્કર મારી હતી. બાદમાં રજત તે ઈજાગ્રસ્ત રાહદારીને વિલે પારલે (વેસ્ટ)ની કૂપર હોસ્પિટલમાં લઈ ગયો હતો. રાજેશ દુત નામના તે માણસની હાલત ગંભીર છે. પોલીસે રજત બેદી સામે એફઆઈઆર નોંધી છે. ઈજાગ્રસ્ત રાજેશની પત્નીએ કહ્યું કે, ‘મદદ કરવાનું વચન આપ્યા બાદ રજત બેદી દેખાયો જ નથી. મારાં પતિને માથામાં ગંભીર ઈજા થઈ છે. એમને આઈસીયૂમાં ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. જો એમને કંઈ થઈ જશે તો રજત બેદી જવાબદાર લેખાશે. રાજેશ એમના કામ પરથી ઘેર પાછા ફરતા હતા અને રસ્તો ઓળંગતા હતા ત્યારે રજત બેદીની કારે એમને ટક્કર મારી હતી.’ રાજેશ દુતને પત્ની ઉપરાંત 13 અને 7 વર્ષની એમ બે પુત્રી છે. તેઓ અંધેરીના ડી.એન. નગર વિસ્તારની એક ઝૂંપડપટ્ટીમાં રહે છે.

રજત બેદી હૃતિક રોશન-પ્રીતિ ઝીન્ટા અભિનીત ‘કોઈ મિલ ગયા’ ફિલ્મ ઉપરાંત ‘રક્ત’, ‘ધી ટ્રેન’ અને ‘રોકી’ ફિલ્મોમાં પણ ચમક્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]