મુંબઈઃ મુંબઈમાં આજે સવારે વરલી પાસેના દરિયામાં ‘રેવતી’ નામની એક નૌકા ડૂબી ગઈ. તટરક્ષક દળોએ માહિતી મળતાં તાત્કાલિક ત્યાં પહોંચી જઈ ‘અમર્ત્ય’ નૌકાની મદદથી છ લોકોને બચાવી લીધાં. એમાં એક જણ લાપતા છે. જેની શોધખોળ તટરક્ષક દળો તેમની બે નૌકા તથા એક હેલિકોપ્ટરની મદદથી ચલાવી રહ્યાં છે.
કોસ્ટ ગાર્ડ અધિકારીએ જણાવ્યું કે, ‘વરલી પાસેના દરિયામાં ‘રેવતી’ નામની એક નૌકા ડૂબી ગઈ હતી. જેમાં સાત માણસો સવાર હતા અને મુંબઈથી તારાપુર જવા રવાના થયા હતા. તટરક્ષક દળોને આ માહિતી મળતાં જ દરીયાઈ સુરક્ષા માટે તહેનાત ‘અમર્ત્ય’ નૌકાને આ બચાવ કાર્ય માટે વાળી લેવામાં આવી હતી. ઘણી જહેમતને અંતે છ લોકોને બચાવી લેવાયા છે. એમાં લાપતા એક વ્યક્તિની શોધખોળ માટે કૉસ્ટ ગાર્ડે બે નૌકા તેમજ એક હેલિકોપ્ટર કાર્યરત કર્યાં છે.‘
બચી ગયેલા છ જણને પ્રાથમિક સારવાર અપાયા બાદ હવે તેમની સ્થિતિ સુધારા પર છે.