ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડની કાર્યવાહી, પાકિસ્તાની બોટ ઝડપી પાડી

ગુજરાતમાં ATSની સાથે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે એક સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાની ગેંગને પકડી છે. આ પાકિસ્તાની ગેંગ અલ સોહેલી નામની બોટથી ભારતમાં ડ્રગ્સ, દારૂગોળો અને હથિયારો લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ તેમની પાસેથી રૂ.300 કરોડની કિંમતનું ડ્રગ્સ પણ મળી આવ્યું હતું. બોટમાં કુલ 10 ક્રૂ મેમ્બર હતા. ATS અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા નજીક કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ATS ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય કોસ્ટ ગાર્ડે ભારતીય જળસીમામાં 10 ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને અટકાવી હતી. જેમાં હથિયારો, દારૂગોળો અને અંદાજે આશરે 40 કિલો નશીલા પદાર્થ જેની કિંમત રૂ. 300 કરોડ છે.

પાકિસ્તાન તરફથી એક બોટમાં ડ્રગ્સનો જંગી જથ્થો ભારતમાં લાવવામાં આવી રહ્યો છે. આ અંગે સંયુક્ત ઓપરેશનનું આયોજન કરીને બંને સંસ્થાઓના કર્મચારીઓએ કાર્યવાહી કરી તેમને પકડી પાડ્યા હતા.