Election Result: મુંબઈની એક બેઠક પર ચિત્ર સ્પષ્ટ, ઉદ્ધવની સેનાએ મેળવી જીત

મુંબઈ સાઉથ સેન્ટ્રલ સીટ મુંબઈની 6 મોટી સીટોમાં મુખ્ય સીટ છે. આ સીટ પર શિવસેના નેતા અનિલ દેસાઈ પોતાની કબ્જો જમાવ્યો છે. જી, હા મુંબઈ સાઉથ સેન્ટ્રલ બેઠક પર ઉદ્ધવની શિવસેનાના ઉમેદવાદ અનિલ દેસાઈએ જીત હાંસલ કરી છે.

 

મુંબઈ સાઉથ સેન્ટ્રલ બેઠક પર અનિલ દેસાઈ શિવસેના (UBT) તરફથી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા, જ્યારે શિંદે જૂથે આ બેઠક પરથી રાહુલ શેવાલેને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ આ બેઠક પરથી રાહુલ શેવાળેને અનિલ દેસાઈ સામે હારનો સામનો કરવો પડ્યો છે. અનિલ દેસાઈએ મુંબઈ દક્ષિણ મધ્ય બેઠક પરથી આ જીતને લોકોની જીત ગણાવી છે.

ઠાકરે જૂથના નેતા અનિલ દેસાઈ મુંબઈ સાઉથ સેન્ટ્રલથી જીત્યા છે. તેમને શિંદે જૂથના રાહુલ શેવાલેએ પડકાર આપ્યો હતો. અનિલ દેસાઈને 3 લાખ 78 હજાર 026 મત મળ્યા છે. તે જ સમયે રાહુલ શેવાળેને 3 લાખ 26 હજાર 895 વોટ મળ્યા છે. રાહુલ શેવાળેનો 51 હજાર મતોથી પરાજય થયો છે. મુંબઈની છ બેઠકોમાંથી ત્રણ બેઠક પર સેના સામે સેનાની લડાઈ હતી. જેમાંથી એક બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે બાકીની બે બેઠકો પર પરિણામની ઈંતેજારી છે.2024ની ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષ માટે મોટો પડકાર હતા. કારણ કે મોદીના કરિશ્માને કારણે ભાજપે સતત બે વખત બહુમતી સાથે જીત મેળવી હતી. પરંતુ આ ચૂંટણીમાં વિપક્ષે મજબૂત લીડ મેળવી લીધી છે.