કોહલી અને રોહિત ન્યૂઝીલેન્ડ સામે T20 સિરીઝમાંથી બહાર

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શુક્રવાર, 27 જાન્યુઆરીથી ત્રણ મેચની T20 સીરીઝ શરૂ થઈ રહી છે. હાર્દિક પંડ્યા નિયમિત કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ ભારતીય ટીમનું સુકાન સંભાળતો જોવા મળશે.

Rahul Dravid, Virat Kohli and Rohit Sharma
Rahul Dravid, Virat Kohli and Rohit Sharma

ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ વનડે સીરીઝ રમી રહેલા અનુભવી રોહિત શર્મા અને વિરાટ કોહલીને પસંદગીકારોએ ટી20 ટીમમાં સ્થાન આપ્યું નથી. ટીમની પસંદગી સાથે કોઈપણ પ્રકારનો કોઈ સંદેશ જાહેર કરવામાં આવ્યો ન હતો જેમ સામાન્ય રીતે થાય છે. આરામ આપવાની કોઈ વાત થઈ નથી જેનો અર્થ છે કે આ બંનેને બહાર રાખવામાં આવ્યા છે.

ફાઈલ ફોટો

બધાની નજર રાહુલ ત્રિપાઠી અને દીપક હુડા પર રહેશે. છેલ્લી શ્રેણીમાં તક મળ્યા બાદ રાહુલે ટૂંકી પરંતુ તોફાની ઇનિંગ્સ રમીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું.