સૈફ અલી ખાન પર હુમલો કરનારનો ઈરાદો શું હતો? કરીનાના નિવેદનમાં મોટો ખુલાસો

મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ સૈફ અલી ખાનના હુમલાખોરને શોધવામાં વ્યસ્ત છે. પરંતુ, હુમલાખોર છેલ્લા 52 કલાકથી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની 35 ટીમોથી સતત છટકી રહ્યો છે. મુંબઈ પોલીસ હજુ પણ હુમલાખોરની શોધ કરી રહી છે અને અત્યાર સુધીમાં 40-50 લોકોના નિવેદનો નોંધ્યા છે. આ કેસમાં પોલીસે સૌપ્રથમ ઘટનાની રાત્રે ઘરમાં હાજર આયાનું નિવેદન નોંધ્યું. હવે કરીના કપૂરે પણ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. કરીનાએ જણાવ્યું કે જ્યારે સૈફ અલી ખાન પર હુમલો થયો ત્યારે ઘરમાં કેવું દ્રશ્ય હતું.

કરીના કપૂરે પોતાનું નિવેદન નોંધાવ્યું

કરીનાએ પોલીસ સમક્ષ કેટલાક ખૂબ જ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલીસને આપેલા નિવેદનમાં કરીનાએ જણાવ્યું હતું કે જ્યારે આરોપી ઘરમાં પ્રવેશ્યો ત્યારે તે ખૂબ જ આક્રમક હતો, પરંતુ તેણે ઘરમાંથી કંઈપણ ચોર્યુ નહોતું. કરીનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે જ્યારે હુમલાખોર સૈફ સાથે લડી રહ્યો હતો, ત્યારે આરોપી ખૂબ જ આક્રમક હતો.

ઘરમાં રાખેલી વસ્તુઓને અડી પણ નહીં

કરીનાએ આગળ કહ્યું,’પરિવાર કોઈક રીતે હુમલાખોરથી બચીને ઘરના 12મા માળે જવામાં સફળ રહ્યો. ઘરમાં ઘરેણાં સામે જ દેખાતાં હતા, પરંતુ હુમલાખોરે તેને સ્પર્શ પણ કર્યો નહીં અને કંઈપણ ચોરી કર્યા વિના ત્યાંથી ભાગી ગયો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે કરીના અકસ્માતથી એટલી પરેશાન હતી કે તેની બહેન કરિશ્મા કપૂર તેને પોતાના ઘરે લઈ ગઈ હતી.

આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયો

તમને જણાવી દઈએ કે, સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં તે વાદળી શર્ટમાં જોવા મળી રહ્યો છે. આ સીસીટીવી વીડિયો 16 જાન્યુઆરીનો છે, જેમાં તે મોબાઈલ ફોન ખરીદતો જોવા મળે છે. મુંબઈ પોલીસ હવે આ શંકાસ્પદ વ્યક્તિને શોધી રહી છે. આરોપીને ૧૫-૧૬ જાન્યુઆરીની રાત્રે ૧.૩૭ વાગ્યે સૈફના ઘરમાં સીડી ચઢતા જોવામાં આવ્યો હતો અને તે જ રાત્રે ૨.૩૩ વાગ્યે સીડી પરથી ઉતરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ એ જ ૫૬ મિનિટનો સમય છે જ્યારે સૈફ પર હુમલો થયો હતો. આ પછી, બે વધુ ફૂટેજ મળી આવ્યા, જેમાં તે 16 જાન્યુઆરીની સવારે કપડાં બદલીને જતો જોવા મળે છે.