મેક્સિકોઃ ડ્રગ્સની દુનિયામાં રાજ કરનારા મેક્સિકોના કુખ્યાત ડ્રગ્સ તસ્કર અલ ચાપોને અમેરિકાની એક કોર્ટે આજીવન કારાવાસની સજા સંભળાવી છે. સાથે જ 62 વર્ષના અલ ચાપોને અવેધ હથિયાર રાખવાના આરોપમાં આજીવન કેદ સિવાય 30 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. સાથે જ તેના પર 12.6 અબજ ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
ફેબ્રુઆરી 2019 માં ન્યૂયોર્કની એક ફેડરલ કોર્ટે અલ ચાપો વિરુદ્ધ ખોટી રીતે હથિયાર રાખવા, ડ્રગ્સની તસ્કરી કરાવવા અને મની લોન્ડ્રિંગના 10 અલગ-અલગ મામલાઓમાં દોષિત ગણાવવામાં આવ્યા હતા. અધિકારીઓ અનુસાર અલ ચાપો ડ્રગ્સ તસ્કરી ગેંગ સિનાલોઆ ડ્રગ કાર્ટેલનો પ્રમુખ રહ્યો છે. 1957માં એક ખેડુત પરિવારમાં જન્મેલા અલ ચાપોના ઘરની આસ-પાસ અફીણ અને ગાંજાની ખેતી થતી હતી. ત્યાંથી તેણે ડ્રગ્સ સપ્લાયની રીત શીખી અને જોત-જોતામાં સૌથી મોટો ડ્રગ્સ માફિયા બની ગયો છે. 1993માં તેને પહેલીવાર મેક્સિકોથી પકડવામાં આવ્યો અને ત્યારથી તે મેક્સિકો પોલીસ સાથે ખેલ ખેલી રહ્યો હતો. આ વચ્ચે 2017માં તેને અમેરિકાને પ્રત્યાર્પિત કરી દીધો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ચાપોએ ધ ગોડફાધર નામથી ચર્ચિત મિગેલ એન્જલ ફેલિક્સ ગેલાર્ડોને પોતાના ગુરુ બનાવ્યા. તેની પાસેથી તસ્કરી મામલે જાણકારી પ્રાપ્ત કરી. 1980 ના દશકમાં મેક્સિકોના પ્રભાવશાળી સિનાલોઆ ડ્રગ કાર્ટેલનો પ્રમુખ બની ગયો. આ સાથે આ સમૂહ અમેરિકામાં સૌથી વધારે માત્રામાં ડ્રગ્સ સપ્લાય કરનારો માફિયા બની ગયો. 2009માં ધરપકડ બાદ પણ અલ ચાપો દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં 701 નંબર પર રહ્યો. તે સમયે તેની સંપત્તિ આશરે 70 અબજ રુપિયા આંકવામાં આવી હતી.
1993માં બોર્ડર પર પકડાયો અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો, ત્યારબાદ 2001 માં તેઓ લોન્ડ્રીના ગંદા બોક્સમાં છુપાઈને જેલથી ફરાર થઈ ગયો. 2014માં બીજીવાર તેની ધરપકડ કરવામાં આવી અને બાદમાં તે 2015માં એલટીપ્લાનો મેક્સિકન સિક્યોરિટીથી જેલમાંથી સુરંગ બનાવીને ભાગી ગયો. વર્ષ 2016માં તેની ફરીથી ધરપકડ કરવામાં આવી અને એલટીપ્લાનો મેક્સિકન સિક્યોરિટી જેલમાં બંધ કરી દેવામાં આવ્યો. વર્ષ 2017માં તેને મેક્સિકો તરફથી અમેરિકાને સોંપી દેવામાં આવ્યો. બાદમાં નવેમ્બર 2018માં ન્યૂયોર્કમાં તેના પર ટ્રાયલ શરુ થયું. પછી ફેબ્રુઆરી 2019ના રોજ 61 વર્ષના અલચાપોને કોકીન અને હેરોઈન તસ્કરી, ખોટી રીતે હથિયાર રાખવા અને મની લોન્ડ્રિંગ જેવા ઘણા મામલાઓમાં દોષીત માનવામાં આવ્યો. 17 જુલાઈ 2019માં ન્યૂયોર્કની એક કોર્ટે અલ ચાપોને આજીવન કારાવારસી સજા સંભળાવવામાં આવી છે. આજીવનકેદ સીવાય અલ ચાપોને ખોટી રીતે હથિયાર રાખવાના આરોપમાં વધારે 30 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી.
મેક્સિકોના ઉત્તર-પશ્ચિમમાં સિનાલોઆ નામનો એક પ્રાંત છે. આના જ નામ પર ડ્રગ તસ્કરી કરનારા સમૂહનું નામ સિનાલોઆ કાર્ટેલ પડ્યું છે. અલ ચાપોના ઈશારા પર ડ્રગ તસ્કરી કરનારા કાર્ટેલ સમહે ત્યાંના ઘણા સ્થાનિક પ્રતિદ્વંદી ડ્રગ તસ્કરી સમૂહોને સાફ કરી દીધા. જોત-જોતામાં અમેરિકાને ડ્રગ્સ સપ્લાય કરનારું તે સૌથી મોટું સમૂહ બની ગયું. એક અમેરિકી રિપોર્ટ અનુસાર 50 દેશોમાં ફેલાયેલું આ સમૂહ વાર્ષિક 3 અબજ ડોલર સુધીની કમાણી કરે છે.