VIDEO: ફ્રાન્સ પ્રમુખ મેક્રોંએ પીએમ મોદી સાથે કેમ ન મિલાવ્યો હાથ?, અપમાન કે તથ્યો સાથે ચેડાં!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી AI એક્શ સમિટમાં સામેલ થવા માટે ફ્રાન્સ પહોંચ્યા છે. જ્યાં તેમણે સમિટને સંબોધી પણ હતી. આ વચ્ચે એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય  બન્યો છે. જ્યાં ફ્રાન્સના પ્રમુખ મેક્રોં વિવિધ દેશોના મહેમાનો અને દિગ્ગજો સાથે હાથ મિલાવીને તેમનું અભિવાદન કરી રહ્યા હતા. જોકે આ દરમિયાન પીએમ મોદી સાથે એક વિચિત્ર ઘટના બની જે કેમેરામાં કેદ થઈ ગઈ.

આમ તો એવા અનેક વીડિયો છે જેમાં પીએમ મોદી અને ફ્રાન્સ પ્રમુખ મેક્રોં એકબીજાની સાથે દેખાઈ રહ્યા છે અને ગળે ભેટતાં પણ દેખાઈ રહ્યા છે. જોકે એક વીડિયો એવો સામે આવ્યો છે જેમાં મેક્રોં અન્ય કેટલાક દેશો અને યુએનના મહાસચિવ સાથે હાથ મિલાવતા દેખાય છે પણ આ દરમિયાન જ પીએમ મોદી જે તેમની તરફ હાથ મિલાવવા હાથ આગળ કરે છે ત્યારે તેમના પર મેક્રોં ધ્યાન જ નથી આપતા અને અન્ય લોકો સાથે હાથ મિલાવીને આગળ નીકળી જાય છે. આ ઘટનાને પીએમ મોદી અને ભારતીયોનું અપમાન માનવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ અનેક લોકો આ મામલે પ્રતિક્રિયા આપીને તેને ભારતીયોનું પણ અપમાન ગણાવી ફ્રાન્સના પ્રમુખની ટીકા કરવા લાગ્યા છે.

આ વીડિયો જોતા એવુ લાગી રહ્યું છે કે પ્રધાનમંત્રી મોદી સાથે હાથ ન મિલાવી તેમનું અપમાન કરવામાં આવ્યું છે. પરંતુ આ વાત કેટલી સાચી અને ખોટી તેની સાબિતી આ વીડિયોની શરૂઆતમાં જ જાણવા મળી રહ્યું છે. વાસ્તવમાં વાત આખી એમ છે કે, આ વીડિયોની અમુક જ પળો કાપી અને વહેતો કરવામાં આવ્યો છે. જ્યારે વિડીયોની શરૂઆતમાં પ્રરધાનમંત્રી મોદી અને ફ્રાન્સના પ્રમુખ મેક્રોં સાથે જ એન્ટ્રી લેતા જોવા મળ્યા હતા અને ગણમાન્ય વ્યક્તિઓ સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા.