વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઈરાન પર આકરા પ્રતિબંધ લગાવનારા એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યાં. તેમણે કહ્યું કે આ પ્રતિબંધોથી ઈરાનના સર્વોચ્ચ નેતા અને અન્ય અધિકારી અમેરિકી ક્ષેત્રમાં કોઈ પણ બેંકિંગ સુવિધાનો લાભ ઉઠાવી શકશે નહીં. ઈરાને કહ્યું હતું કે તેણે ગુરુવારે ક્ષેત્રમાં અમેરિકાના એક ડ્રોનને તોડી પાડ્યું હતું. જેના થોડા દિવસ બાદ ટ્રમ્પે નવા પ્રતિબંધ લગાવવા માટે આ પગલું ભર્યું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે જવાબી સૈન્ય કાર્યવાહીનો આદેશ પાછો ખેંચ્યો હતો. ટ્રમ્પે પોતાની ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે સંક્ષિપ્ત વાતચીતમાં કહ્યું કે અમે ઈરાન કે કોઈ પણ અન્ય દેશ સાથે સંઘર્ષ ઈચ્છતા નથી. તેમણે કહ્યું કે ‘હું તમને કહી શકું છું કે અમે ઈરાનને પરમાણુ હથિયાર ક્યારેય હાંસલ કરવા દઈશું નહીં.
ટ્રમ્પે કહ્યું હતું કે, અમે ઈરાન કે બીજા કોઈ દેશ સાથે સંઘર્ષ નથી ઈચ્છતા. હું માત્ર એટલુ જ કહેવા માંગુ છું કે, અમે ક્યારે પણ ઈરાનને પરમાણું હથિયાર બનાવવા નહીં દઈએ.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ‘મારા મતે અમે ખુબ સંયમ બતાવ્યો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે અમે ભવિષ્યમાં પણ સંયમ બતાવીશું.’ તેમણે કહ્યું કે ‘અમે તેહરાન પર દબાણ વધારવાનું ચાલુ રાખીશું.’ તેમને જ્યારે અમેરિકી ડ્રોન પર ઈરાનના હુમલાના જવાબમાં આ પ્રતિબંધ લગાવવામાં આવ્યાં છે તેવું પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ‘તમે સંભવત: તેને તેમા સામેલ કરી શકો છો. પરંતુ થઈ રહ્યું હતું.’ તેમણે કહ્યું કે ‘હું ન્યુયોર્કમાં રહેતા અનેક ઈરાનીઓને જાણું છું અને તેઓ શાનદાર લોકો છે.