નવી દિલ્હીઃ અમેરિકાએ પાકિસ્તાનની એક અને ચીનની ઘણી કંપની સહિત 12 વિદેશી કંપનીઓને પોતાના એન્ટિટી લિસ્ટમાં મૂકી દીધી છે. આ કંપનીઓને એ સુનિશ્ચિત કરવા માટે આ લિસ્ટમાં શામેલ કરવામાં આવી છે કે સંવેદનશીલ પ્રૌદ્યોગિકી તે લોકોના હાથોમાં નથી કે જે દેશના રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચાડી શકે છે. અમેરિકી વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું કે અમેરિકાએ ચીન અને હોંગકોંગ સ્થિત ચાર કંપનીઓ, બે અન્ય ચીનની કંપનીઓ, એક પાકિસ્તાની કંપની અને સંયુક્ત અરબ અમિરાતના પાંચ લોકોને લિસ્ટમાં શામેલ કર્યા છે.
અમેરિકાના વાણિજ્ય પ્રધાન વિલ્બુર રોસે કહ્યું કે ટ્રમ્પ પ્રશાસન અમેરિકી નાગરિકો અથવા અમારી રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડી શકનારા તમામ પગલાં વિરુદ્ધ દેશની રક્ષા કરશે. અમે દુનિયાભરમાં લોકો, વ્યાપારો અને સંગઠનોને નોટિસ આપી રહ્યાં છીએ કે જો તેઓ જનસંહાર કરનારા હથિયારો સંબંધી ઈરાનની ગતિવિધિઓ અને અન્ય ગેરકાયદે યોજનાઓને સમર્થન આપે છે તો તેમને જવાબદાર ગણવામાં આવશે.
વાણિજ્ય મંત્રાલય અને બીઆઈએસ દ્વારા એન્ટિટી સૂચિના અધ્યયન બાદ રોસે કહ્યું કે આના સિવાય અમે ચીનની અસૈન્ય-સૈન્ય એકીકરણ નીતિને પ્રતિબંધિત પ્રૌદ્યોગિકીના હસ્તાતંરણ ષડયંત્રો દ્વારા અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષાને કમજોર કરવાની મંજૂરી ન આપી શકીએ.