વોશિંગ્ટનઃ અમેરિકાએ H-1B વીઝા માટે એપ્લિકેશન ફી 10 ડોલર(અંદાજે 700 રૂપિયા) વધારી દીધી છે. અમેરિકન નાગરિકતા અને ઈમિગ્રેશન સર્વિસ (USCIS)એ ગુરુવારે કહ્યું કે, આ ફી નોન-રિફંડેબલ હશે. ફીના આધારે ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.
USCIS ના જણાવ્યા પ્રમાણે, ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમના આધારે અમેરિકામાં ઈમિગ્રેશન પ્રણાલીને આધુનિક બનાવવાની છે. હાલ મેન્યુઅલ રજિસ્ટ્રેશન સિસ્ટમ હેઠળ H-1B વીઝા અરજદારની ઘણી જરૂરી તપાસ કરવામાં આવે છે. અરજદારોને તેમના શિક્ષણ અને સ્કીલના આધારે H-1B વીઝા આપવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસનના કહ્યાં પ્રમાણે, આનાથી ઘણી વખત સિલેક્શનમાં છૂટ મળી જાય છે.
H-1B વીઝા અરજી માટે હાલ 460 ડોલર (અંદાજે 32 હજાર રૂપિયા) લેવામાં આવે છે. આ ઉપરાંત કંપનીઓને છેતરપિંડી અટકાવવા અને તપાસવા માટે 500 ડોલર વધારે ચુકવવા પડે છે. પ્રીમિયમ ક્લાસમાં 1410 ડોલરની વધારે ચુકવણી કરવી પડે છે.
મહત્વનું છે કે, અમેરિકા દર વર્ષે વિશિષ્ઠ યોગ્યતા (હાઈ-સ્કીલ્ડ) વિદેશી કર્મચારીઓને અમેરિકન કંપનીઓમાં કામ કરવા માચે H-1B વીઝા આપી શકે છે. ટેકનીકલ ક્ષેત્રની કંપનીઓ દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી લાખો કર્મચારીઓની નિમણૂક આના પર આધારિત હોય છે.