US ચૂંટણી 2020: ઉપરાષ્ટ્રપતિપદની ટિકિટ મેળવનાર પ્રથમ એશિયાઈ-અમેરિકી મહિલા કમલા હેરિસ

નવી દિલ્હીઃ અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાવાની છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન દરેક પ્રકારના દાવપેચ અજમાવી રહ્યા છે. અમેરિકામાં થનારી ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભારતીય મૂળની કમલા દેવી હેરિસ પણ મેદાનમાં છે.    

કમલા હેરિસ મૂળ ચેન્નઈના બ્રાહ્મણ પરિવારનાં

તેઓ આંશિક ભારતીય મૂળના છે. તેઓ 55 વર્ષનાં છે. કમલા કેલિફોર્નિયાથી છે. કમલા હેરિસ ભારતીય મૂળની અમેરિકી નાગરિક છે. કમલા હેરિસના નાના ચેન્નઈના બ્રાહ્મણ પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. તેમનું નામ પીવી ગોપાલન હતું. તેઓ ભારતીય લોકસેવામાં અધિકારી હતા. તેમણે ઝામ્બિયામાં પણ સરકાર માટે સેવાઓ આપી હતી. ગોપાલનની મોટી દીકરી શ્યામલા અમેરિકામાં અભ્યાસ માટે ગયાં હતાં. તેમનું 2009માં નિધન થયું હતું.  કમલા આ શ્યામલાની જ દીકરી છે. તેમના પિતા ડોનાલ્ડ હેરિસ જમૈકાના રહેવાસી છે, જે હાલમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.

બે વાર કેલિફોર્નિયાના એટર્ની જનરલ

કમલા હેરિસ બે વાર કેલિફોર્નિયાના એટર્ની જનરલ રહી ચૂક્યાં છે. તેમને દક્ષિણ ભારતીય ખાવાનું વધુ પસંદ છે.  તેઓ દરેક ભાષણમાં તેમની માતાનો ઉલ્લેખ જરૂર કરે છે. તેમની માતા વાર્ષિક રજાઓમાં કમલા અને તેમની નાની બહેન માયા હેરિસને તામિલનાડુમાં પોતાના મામાના ઘરે આવ્યા કરતાં હતાં. એ જ કારણ છે કે તેઓ સતત હિન્દુ મંદિરોમાં દર્શન કરતાં રહે છે.

કમલાનું હેરિસનું શિક્ષણ

કમલા હેરિસનું ઓકલેન્ડમાં પાલનપોષણ થયું છે. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયાં છે. ત્યાર બાદ તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટીથી કાયદાનું શિક્ષણ લીધું છે. હેરિસ સેન ફ્રાન્સિસ્કોમાં જિલ્લા એટર્ની તરીકે પણ કામ કરી ચૂક્યાં છે. તેઓ 2003માં સેન ફ્રાન્સિસ્કોની જિલ્લા વકીલ બન્યાં હતાં. હેરિસે વર્ષ 2017માં કેલિફોર્નિયાથી સંયુક્ત રાજ્ય સેનેટરના રૂપમાં શપથ લીધાં હતા.

ઉપરાષ્ટ્રપતિ પદની ટિકિટ મેળવનાર પહેલા એશિયાઈ અમેરિકી મહિલા

અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદની ટિકિટ મેળવનારાં કમલા હેરિસ પહેલા એશિયા-અમેરિકી છે. તેઓ ડેમોક્રેટ ગેરાલ્ડાઇન ફેરારો અને રિપબ્લિકન સારા પોલિન પછી એક મુખ્ય પાર્ટીના પ્રથમ આફ્રિકી અમેરિકી અને આ પદ માટે ઉમેદવારી કરવાવાળાં ત્રીજા મહિલા પણ છે.

આવું પહેલી વાર થઈ રહ્યું છે કે કોઈ અશ્વેત મહિલા અમેરિકામાં કોઈ મોટી પાર્ટી દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર બન્યાં હોય. જો હેરિસ ઉપરાષ્ટ્રપતિ બની જશે તો આ પદ પર પહોંચનારાં અમેરિકાનાં તેઓ પહેલા મહિલા હશે અને દેશના પહેલા ભારતીય-અમેરિકી અને આફ્રિકી મૂળના ઉપરાષ્ટ્રપતિ હશે.  હેરિસ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પોતાના આઇડિયલ જણાવે છે.

આર્ટિકલ 370 દૂર કરવા પર અસંમતિ

કમલા હેરિસ ભારતીય મૂળની છે, એટલે તેઓ ભારતીય મૂળના લોકોનાં હિતની વાત કરે છે, એવું નથી. કમલા હેરિસ પાર્ટીની નીતિઓથી એક ઇંચ પણ ટસથી મસ નથી થતી. એક વાર તેમણે ભારતીય વિદેશ નીતિના નિયમકોને ફટકાર લગાવી છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને દૂર કરવામાં આવી ત્યારે પણ તેમણે વિરોધ કર્યો હતો.

 

 

 

 

 

.