વોશિગ્ટન: અમેરિકની રિયો ગ્રાન્ડે નદીમાં એક 2 વર્ષની બ્રાઝિલિયન બાળકી પડી ગઈ છે, જેની અમેરિકાના અધિકારીઓ શોધખોળ કરી રહ્યાં છે. બાળકી તેમની માતા સાથે અમેરિકાની આ નદીને પાર કરવાની કોશિશ કરી રહી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર બુધવારે સરહદ સુરક્ષાના અધિકારીઓ એ એક નિવેનના હવાલે કહ્યું કે, સોમવારેના દિવસે બોર્ડર પેટ્રોલના અધિકારીઓએ એ મહિલાને મેક્સિકોથી રિયો ગ્રાન્ડે નદી પાર કર્યા બાદ તરત જ અટકાયતામાં લીધી હતી.
એ હેટિયન બ્રાઝિલિયન મહિલાએ અધિકારીઓને જણાવ્યું કે, જ્યારે તે નદીને પાર કરી રહી હતી તે દરમિયાના તેમની 2 વર્ષની બાળકી નદીમાં તણાઈ ગઈ. બોર્ડર પેટ્રોલ અધિકારીઓ, એજન્સિના સભ્યો અને શોખખોળ અને બચાવ એકમે મેક્સિકન અધિકારીઓના સમર્થનથી એ બાળકીની શોખખોળ કરવા માટે એક ઓપરેશન શરુ કર્યુ. શોધખોળ ઝૂંબેશમાં હવાઈ એકમ, રિમોટ કન્ટ્રોલ સબમર્સિબલ અને નૌકાનો સમાવેશ થાય છે.
ડેલ રિયો સેક્ટરના મુખ્ય પેટ્રોલ એજન્ટ રાઉલ એલ.આર્ટિઝ એ એક નિવેદનમાં કહ્યું કે, હું આ બાળકીના માતા-પિતાની પીડાની કલ્પી પણ નથી શકતો અને અમને આશા છે કે, અમારી શોધખોળ ઝૂંબેશનું પરિણામ સકારાત્મક હશે.
મહત્વનું છે કે, આ પહેલા 24 જૂને એક સલ્વાડોરન પ્રવાસી અને તેમની 23 મહિનાની બાળકીના મૃતદેહો પણ અહીંથી મળી આવ્યા હતાં. આ બંન્ને અમેરિકામાં રિયો ગ્રાન્ડે નદીને પાર કરતા સમયે ડૂબી ગયા હતાં. આ ઉપરાંત જૂન મહિનાની શરુઆતમાં જ ગ્વાટેમાલન મહિલા અને તેમના ત્રણ બાળકો પણ અમેરિકાની નદીમાં ડૂબી ગયા હતાં.