નવી દિલ્હીઃ બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ બે દિવસના ભારતના પ્રવાસે આવતીકાલે નવી દિલ્હી આવી રહ્યા છે. તેમની યાત્રા દરમિયાન ભારત-બ્રિટનના દ્વિપક્ષીય સંબંધોને મજબૂતી આપવા મામલે જોર અપાશે અને સાથે જ સ્થિરતા અને જળવાયુ પરિવર્તન જેવા વૈશ્વિક પડકારો પર પણ ગંભીર ચર્ચા થશે.
ચાર્લ્સ તેમના બે દિવસીય પ્રવાસમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત સમયે તેઓ જળવાયુ પરિવર્તન અને સ્થાયી નાણાકીય વ્યવસ્થા જેવા મુદ્દા પર ચર્ચા કરશે. ચાર્લ્સ શ્રી ગુરુ નાનકની 550મી જયંતી પ્રસંગે ગુરુદ્વારા પણ જશે. તેઓ બે દિવસ માટે ભારતની યાત્રા પર આવી રહ્યા છે.
બ્રિટન દૂતાવાસના જણાવ્યા પ્રમાણે પ્રિન્સની આ 10મી સત્તાવાર યાત્રા છે. આ યાત્રાથી બ્રિટન-ભારત વચ્ચે સંબંધોને વધારે મજબૂતી મળશે. બેઠકમાં સતત વિકાસ અને જળવાયુ પરિવર્તન જેવા વૈશ્વિક પડકારો પર ધ્યાન આપવામાં આવશે. આયોગના મતે પ્રિન્સ ચાર્લ્સ રાષ્ટ્રીય રાજધાનીમાં વિવિધ કાર્યક્રમોમાં સામેલ થશે. પોતાની યાત્રા દરમિયાન તેઓ સામાજીક વિકાસન ક્ષેત્રોમાં પોતાના ઉલ્લેખનીય યોગદાન માટે એક ભારતીય વિજેતાને પુરસ્કાર પણ આપશે.