જન્મજાત નાગરિકતાને ખત્મ કરવા પર ગંભીરતાથી વિચારી રહ્યાં છીએ : ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે, તે અમેરિકામાં જન્મજાત નાગરિકતા ખત્મ કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, જે લોકોના માતાપિતા અમેરિકાના નાગરિક નથી અને તેમના બાળકોનો જન્મ અમેરિકામાં થયો હોય તેવા બાળકોની જન્મજાત નાગરિકતા ખત્મ કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યાં છીએ.

ટ્રમ્પે કહ્યું કે સ્પષ્ટ રીતે કહું તો આ બકવાસ છે…જન્મજાત નાગરિકતા એ છે કે, અમારી જમીન પર આપના બાળકનો જન્મ થયો, તમે સરહદ પારથી આવો છો, બાળકને જન્મ આપો છો, અભિનંદન બાળકો હવે અમેરિકન નાગરિક છે…. અમે આ મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યાં છીએ.

 

મહત્વનું છે કે, ટ્રમ્પે 2016માં રાષ્ટ્રપતિ પદના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, તે જન્મજાત નાગરિકતાને સમાપ્ત કરશે. તેમના ચૂંટણી પ્રચારમાં તેમણે ખૂબ જ આક્રામક રીતે કહ્યું હતું કે, અમેરિકામાં માત્ર જન્મ લેવાથી જન્મજાત નાગરિકતા આપવાના પક્ષમાં હું નથી. એ સમયે પણ કહ્યું હતું કે, એક રાષ્ટ્રપતિ તરીકે હું આ કાયદાને સમાપ્ત કરવા માટે સંપૂર્ણ પ્રયાસ કરીશ.