નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં કેટલાંય મહત્ત્વનાં શહેરો પર તાલિબાન કબજો જમાવી ચૂક્યું છે. કાબુલની નજીક પહોંચેલા તાલિબાને અફઘાનિસ્તાનમાં ભારતના પ્રોજેક્ટોને લઈને કહ્યું હતું કે અમે અફઘાનિસ્તાનના લોકો માટે ભારત દ્વારા દરેક કામની પ્રશંસા કરીએ છીએ. તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ સુહૈલ શાહિને કહ્યું હતું કે અમે ડેમ, નેશનલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને એ પ્રોજેક્ટોની પ્રશંસા કરીએ છીએ કે અફઘાનિસ્તાનના વિકાસ, પુનર્નિમાણ અને લોકોની આર્થિક સમૃદ્ધ માટે છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારત જો અફઘાનિસ્તાનમાં સેના મોકલશે તો મને લાગે છે કે એ ભારત માટે સારું નહીં થાય. ભારતે અફઘાનિસ્તાનમાં અન્ય દેશોના હાલહવાલ જોયા છે, એ તેમના માટે જગજાહેર છે. ભારતની સામે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ન થવા દેવા સંબંધી સવાલના જવાબમાં પ્રવક્તાએ કહ્યું હતું કે અમારી એક સામાન્ય નીતિ છે. અમે પડોશી દેશોની સાથે કોઈ પણ દેશની વિરુદ્ધ અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
પ્રવકતાએ જણાવ્યું હતું કે અમારા તરફથી એમ્બેસીઓ અને એમ્બેસેડરોને કોઈ જોખમ નથી. અમે કોઈ દૂતાવાસ કે રાજનાયકને નિશાન નહીં બનાવીએ.
પ્રવક્તાએ કહ્યું હતું કે તાલિબાનના પાક આધારિત આતંકી ગ્રુપોની સાથે ઘનિષ્ઠ સંબંધો હોવા વિશે તેમણે કહ્યું હતું કે એ નિરાધાર આરોપ છે, જેની કોઈ વાસ્તવિકતા નથી. અફઘાનિસ્તાનના પક્તિયામાં એક ગુરુદ્વારાને નિશાન સાહિબને હટાવ્યા પર તાલિબાને કહ્યું હતું કે એને શીખ સમુદાયે હટાવ્યો હતો.