ચીનમાં કોરોના પછી હવે પ્લેગ રોગ ફેલાવાનું જોખમ

બીજિંગઃ કોરોના પછી ચીનમાં વધુ એક ઘાતક બીમારી ફેલાવવાનું જોખમ વધવા લાગ્યું છે. ઉત્તરીય ચીનના એક શહેરમાં રવિવારે બ્યુબોનિક પ્લેગનો એક સંદિગ્ધ કેસ સામે આવ્યો છે. એ પછી અલર્ટ જારી કરવામાં આવ્યો છે. ચીનના સરકારી પીપલ્સ ડેલી ઓનલાઇનના રિપોર્ટ અનુસાર આંતરિક મોંગોલિયાઈ સ્વાયત્ત ક્ષેત્ર-બયન્નુરે પ્લેગને ફેલાતો અટકાવવા અને કાબૂ મેળવવા માટે ત્રીજા સ્તરની ચેતવણી જારી કરી છે.  

આ ચેતવણી 2020ના અંત સુધી લાગુ રહેશે

બ્યુબોનિક પ્લેગનો એક શંકાસ્પદ કેસ બયન્નુરની એક હોસ્પિટલમાં શનિવારે સામે આવ્યો હતો. સ્થાનિક આરોગ્ય સત્તાવાળાઓ ઘોષણા કરી હતી કે આ ચેતવણી 2020ના અંત સુધી લાગુ રહેશે. સ્થાનિક આરોગ્ય સત્તાવાળાઓએ કહ્યું છે કે આ સમયે આ શહેરમાં માનવ પ્લેગ રોગચાળો ફેલાવવાનું જોખમ છે. લોકોને આત્મરક્ષા માટે જાગરુકતા અને ક્ષમતા વધારવી પડશે. જનતાને અસામાન્ય આરોગ્ય સ્થિતિ વિશે તત્કાળ માહિતી આપવી જોઈએ.

બ્યુબોનિક પ્લેગના બે શંકાસ્પદ કેસ

આ પહેલાં સરકારી શિન્હુઆ સમાચાર એજન્સીએ એક જુલાઈએ કહ્યું હતું કે પશ્ચિમ મોંગોલિયાના ખોડ પ્રાંતમાં બ્યુબાનિક પ્લેગના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. એની લેબોરેટરી તપાસ પુષ્ટિ થઈ ચૂકી છે. 27 અને 17 વર્ષીય ભાઈઓને તેમના વિસ્તારની અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

ચીનમાં ન્યુ સ્વાઇન ફ્લુ નામનો એક વાઇરસ મળ્યો

પાછલા દિવસોમાં ન્યૂઝ એજન્સી PTIએ એક રિપોર્ટમાં નવા વાઇરસના જોખમની વાત કરી હતી. એ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ચીનમાં ન્યુ સ્વાઇન ફ્લુ નામનો એક વાઇરસ મળ્યો છે. જે રોગચાળાની ક્ષમતા રાખે છે. સંશોધનકર્તાઓએ કહ્યું હતું કે ન્યુ સ્વાઇન ફ્લુ જો મનુષ્યોમાં ફેલાશે તો ઝડપથી એનાં દુષ્પરિણામો માનવ જાતિએ ભોગવવાં પડશે. વૈજ્ઞાનિકોએ આ વાઇરસને G4 નામ આપ્યું હતું.

વિશ્વભરમાં કોરોના વાઇરસ સૌથી પહેલાં ચીનમાં તબાહી મચાવી હતી અને ધીમે-ધીમે વિશ્વભરમાં ફેલાઈ ગયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]