બોલો, આ પ્રિ-વેડીંગ કોર્સમાં ફેઈલ થશો તો આજીવન કુંવારા રહેશો!!

ઈન્ડોનેશિયા: લગ્નનું નામ સાંભળતા જ લોક આમ તેમ ભાગવા લાગે છે, જેના લગ્ન થઈ ચૂક્યા તે પણ અને જેનો નંબર હવે લાગવાનો છે એ પણ. એટલે લગ્ન કરવાની વાત કોઈને પસંદ નથી. આજ કારણે શાદીકા લડ્ડુ જો ખાએ વો પછતાએ ઓર ન ખાએ વો ભી પછતાએ કહેવત આજે પણ પોપ્યુલર છે. પણ જો આ લગ્નના કોર્સ શરુ થઈ જાય તો? આ કોર્સમાં એક સફળ લગ્નજીવનના સીક્રેટ્સ બતાવવામાં આવે તો? તમે સાચુ જ વાંચી રહ્યા છો એશિયાનો એક દેશ પ્રી વેડિંગ કોર્સ શરુ કરવા અંગે વિચારી રહ્યો છે, જેમાં કપલ્સને લગ્ન પછી થતાં બદલાવો અંગે માહિતગાર કરવામાં આવશે.

આ કોર્સ સાઉથ ઈસ્ટ એશિયાના દેશ ઈન્ડોનેશિયામાં શરુ થવા જઈ રહ્યો છે. આ પ્ર વેડિંગ કોર્સમાં લગ્ન કરવા ઈચ્છતા કપલ્સને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, બિમારીઓથી બચવુ અને બાળકોની જાળવણીની ટિપ્સ અને ટ્રેનિંગ આપવામાં આવશે, જેથી કપલ્સ એક સફળ લગ્નજીવનની શરુઆત કરી શકે.

જકાર્તા પોસ્ટ અનુસાર આ કોર્સ વર્ષ 2020માં શરુ થશે, જે બિલ્કુલ ફ્રીમાં કરાવવામાં આવશે. આ કોર્સને ઈન્ડોનેશિયાની હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ કલ્ચર અફેયર્સ અને મિનિસ્ટ્રી ઓફ રિલિઝન એન્ડ મિનિસ્ટ્રી ઓફ હેલ્થે મળીને સંયુક્ત રીતે તૈયાર કર્યો છે.

રિલિઝન અફેયર્સના એક ઓફિસરે જણાવ્યું કે, તમામ લોકોના મગજમાં એક સવાલ ઉદભવી રહ્યો હશે કે જો આ કોર્સ જોઈન કરનાર કપલ્સ આ કોર્સમાં ફેઈલ થાય તોᨇ? એનો સીધો જવાબ છે કે, કપલ્સ લગ્ન નહીં કરી શકે. આ કોર્સ ત્રણ મહિનાનો હશે અને જો કોઈ પણ કપલ આ કોર્સમાં ફેઈલ થશે તો એ બંન્ને ઈન્ડોનેશિયાની સરકાર લગ્ન કરવાનો અધિકાર નહીં આપે.