વોશિંગ્ટનઃ અમેરિકાના એક હિંદુ મંદિરમાં તોડફોડના સમાચારો સામે આવ્યા છે. અમેરિકાના કેંટુકી રાજ્યમાં એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. લુઈસવિલે શહેરમાં સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં આ ઘટના ઘટી છે. પ્રાપ્ત વિહતો અનુસાર મંદિરમાં રહેલી ભગવાનની મૂર્તિ પર કાળો રંગ નાંખવામાં આવ્યો અને મંદિરની બારીઓ તોડી નાંખવામાં આવી તેમજ ખોટા સંદેશ અને ચિત્રો બનાવી દેવામાં આવ્યા છે.
કેંટુકીના લુઈસવિલેમાં રહેતા ભારતીય લોકો આ ઘટનાથી અચંબિત થયા છે. ત્યારે અધિકારીઓએ આ મામલે તપાસ શરુ કરી છે. ઘટનાની નિંદા કરતા લુઈસવિલેના મેયર ગ્રેગે શહેરના લોકોને આ પ્રકારની ઘટનાઓ મામલે અડગ ઉભા રહેવા અપિલ કરી છે. સ્થળ પર જઈને તપાસ કર્યા બાદ ફિશરે કહ્યું કે જ્યારે પણ અમે ધૃણા અને કટ્ટરપંથ જોઈશું ત્યારે તેના વિરુદ્ધ આગળ આવીશું.