હવામાન સંદર્ભે નાસાની અગત્યની વાત, વાવાઝોડાં-વરસાદનું વધશે પ્રમાણ

વોશિંગ્ટનઃ જળવાયુ પરિવર્તનના કારણે ઉષ્ણકટિબંધીય મહાસાગરોનું તાપમાન વધવાથી સદીના અંતમાં વરસાદ સાથે ભયંકર વરસાદ અને તોફાન આવવાનો દર વધી શકે છે. નાસાના એક અધ્યયનમાં આ વાત સામે આવી છે.

અમેરિકામાં નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરીના નેતૃત્વમાં આ અધ્યયન કરવામાં આવ્યું. આમાં સરેરાશ સમુદ્રી તટના તાપમાન અને ગંભીર તોફાનોની શરુઆત વચ્ચે સંબંધોને નિર્ધારિત કરવા માટે ઉષ્ણકટિબંધીય મહાસાગરો ઉપર અંતરિક્ષ એજન્સીના વાયુમંડલીય ઈન્ફ્રારેડ સાઉન્ડરના ઉપકરણ દ્વારા અધિગ્રહિત 15 વર્ષોના આંકડાઓનું અધ્યયન કરવામાં આવ્યું.

અધ્યયનમાં માહિતી સામે આવી કે સમુદ્રની સપાટીનું તાપમાન આશરે 28 ડિગ્રી સેલ્સિયસથી વધારે થવા પર ગંભીર તોફાનો આવે છે. જિયોફિઝિકલ રિસર્ચ લેટર્સમાં પ્રકાશિત અધ્યયનમાં એ પણ સામે આવ્યું કે સમુદ્રની સપાટીના તાપમાનમાં વૃદ્ધિના કારણે પ્રત્યેક ડિગ્રી સેલ્સિયસ પર 21 ટકા વધારે તોફાન આવે છે.

જેપીએલના હાર્ટમુટ ઔમને જણાવ્યું કે આ સામાન્ય સમજની વાત છે કે ગરમ વાતાવરણમાં ગંભીર તોફાન વધી જાય છે. ભારે વરસાદ સાથે તોફાન સામાન્ય રીતે વર્ષની સૌથી ગરમ ઋતુમાં જ આવે છે. ઔમને કહ્યું કે આંકડાઓથી અમને આનું એક પ્રથમ પરિમાણાત્મક અનુમાન મળ્યું છે તે કેટલા વધી શકે છે. ઓછામાં ઓછા ઉષ્ણકટિબંધીય મહાસાગરોના સંબંધમાં છે.