નવી દિલ્હી: ભારતમાંથી વિદેશમાં, ખાસ કરીને ઇંગ્લેન્ડમાં ભણવા જવા માગતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે. ઈંગ્લેન્ડની સરકારે તેમને ત્યાં અભ્યાસ કરતા આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નવી વિઝા યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ વિદેશી વિદ્યાર્થીઓને 2 વર્ષના પોસ્ટ સ્ટડી વિઝા આપવામાં આવશે. જેની મદદથી આંતરાષ્ટ્રીય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને યુકેમાં સફળ કેરિયર બનાવવામાં મદદ મળશે. હવે એ તમામ વિદેશી વિદ્યાર્થીઓ પાસે નવો ગ્રેજ્યુએટ ઈમિગ્રેશન રૂટ હશે જેની પાસે લિગલ ઈમિગ્રેશન સ્ટેટસ છે અને અન્ડરગ્રેજ્યુએટ લેવલ કે તેનાથી ઉપરના લેવલનો કોર્સ પૂર્ણ કરી લીધો હશે.
નવી વિઝા નિયમોથી આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પોતાની કુશળતાના આધાર પર નોકરી શોધવા માટે બે વર્ષની તક મળશે અને આંતરાષ્ટ્રીય કાર્ય અનુભવ મળશે.
યોર્ક અને નોર્થ યોર્કશાયર
નોર્થ યોર્કશાયર ઈંગ્લેન્ડની સૌથી મોટી કાઉન્ટી છે અને દેશમાં ટોચના સુંદર વિસ્તારોમાંની એક છે. આ કાઉન્ટીમાં અનેક ક્ષેત્રો એવા છે જે અસાધારણ રૂપથી સુંદર છે. જેમાં યોર્કશાયર ડેલ્સ અને યોર્કશાયર કોસ્ટનો સમાવેશ થાય છે અહીં જોવા અને શીખવા માટે ઘણી બધી વસ્તુ છે.
અંદાજે 2 લાખની વસ્તી ધરાવતું નાનકડા શહેર યોર્કને નિયમિત રીતે સૌથી શ્રેષ્ઠ સ્થળો માટે રેન્કિંગ મળતું રહે છે. આ ઐતિહાસિ શહેર તેની સુંદરતાની સાથે સુરક્ષા માટે પણ જાણીતું છે. આ શહેર વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને મચક-દમક ભરી જીવનશૈલી ઓફર કરે છે અને અહીં ફરવું પણ એકદમ આરામદાયક છે. દર વર્ષે લગભગ 60 લાખ પર્યટકો અહીં આવે છે. પર્યટકો અહીં ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતી વસ્તુઓ ઉપરાંત શોપિંગ, ખાણી-પીણી અને મનોરંજનનો પણ ભરપુર આનંદ ઉઠાવી શકે છે.
યોર્ક સેન્ટ જોન યુનિવર્સિટી અને ભારત
આ યુનિવર્સિટીનો ભારત સાથે જૂનો સંબંધ છે. મોટી સંખ્યામાં ભારતીય મુળના લોકો અહીંથી અભ્યાસ કરીને નિકળ્યા છે અને સાથે ભારતીય યુનિવર્સિટીઓ સાથે પણ પાર્ટનરશિપ છે. સાચા અર્થમાં આ એક આંતરાષ્ટ્રીય યુનિવર્સિટી છે જ્યાં 100થી વધુ દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. યુકે યુનિવર્સિટી રેન્કિંગમાં યોર્ક સેન્ટ જોનનું રેન્કિંગ ખુબજ ઝડપથી આગળ વધી રહ્યું છે. યોર્ક કેમ્પસમાં અંદાજે 700 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
2020 માટે યોર્ક કમ્યૂનિટીમાં સામેલ થવા માટી અરજી કરીને આ યુનિવર્સિટીમાં અભ્યાસની સાથે આકર્ષક ઓફર પણ મળે છે. અહીં સ્કોલરશિપના અનેક સારી ઓફર ઉપલબ્ધ છે.