એફ-16 ફાઈટરના ખોટા ઉપયોગ મામલે અમેરિકાએ પાક.ને ફટકાર્યું

વોશિંગ્ટનઃ અમેરિકાએ એફ-16 ફાઈટર જેટના દુરુપયોગ માટે પાકિસ્તાની વાયુસેનાને બરાબર ફટકાર લગાવી હોવાનું જાણવા મળ્યું છે. થોડા મહિના પહેલા ભારતીય વાયુસેનાએ કાશ્મીરમાં પાકિસ્તાનના એક એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું. આ મામલે પાકિસ્તાની વાયુસેનાના પ્રમુખ એરચીફ માર્શલ મુજાહિદ અનવર ખાનને પત્ર લખ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર 26 ફેબ્રુઆરીના રોજ પત્રમાં બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ થયેલી ઘટાનોઓનો પ્રત્ય ઉલ્લેખ નથી. જો કે આમાં ફેબ્રુઆરીમાં કાશ્મીરમાં એફ-16 વિમાનનો ઉપયોગ કરવાને લઈને અમેરિકાની ચિંતાઓને વ્યક્ત કરવામાં આવી છે.

થોમ્પસને પોતાના પત્રમાં લખ્યું છે કે, અમને તમે લોકોએ એ વાત જણાવી કે વિમાન રાષ્ટ્રીય રક્ષાના ઉદ્દેશ્યોથી ઉડાવવામાં આવ્યા હતા. અમેરિકી સરકાર વિમાનોને અમેરિકી સરકારના ગેરકાયદેસર એરપોર્ટ સુધી લાવવાને એફ-16 વિમાન સમજૂતી અંતર્ગત ચિંતાજનક માને છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય અને એમ્બેસીએ આ પત્ર પર ટિપ્પણી કરવાની ના પાડી દીધી.

પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મહોમ્મદ નામના આતંકી સંગઠનના એક આત્મઘાતી હુમલાખોરે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મૂ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફ જવાનો પર હુમલો કર્યો હતો કે જેમાં 40 જેટલા જવાનો શહિદ થયા હતા. ત્યારબાદ ભારતે 26 ફેબ્રુઆરીના રોજ બાલાકોટમાં જેઈએમના ટ્રેનિંગ કેમ્પ પર એર સ્ટ્રાઈક કરી હતી. તેના બીજા દિવસે પાકિસ્તાન દ્વારા જવાબી કાર્યવાહીમાં મિગ-21 વિમાનને તોડી પાડવામાં આવ્યું અને તેના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પકડી લેવામાં આવ્યો હતો, પરંતુ જો કે આ પાયલટને બાદમાં છોડી દેવામાં આવ્યો. ભારતીય વાયુસેનાએ જણાવ્યું કે 27 ફેબ્રુઆરીના રોજ અમારા એક મિગ-21 વિમાને પાકિસ્તાનના એફ-16 ફાઈટર જેટને તોડી પાડ્યું હતું.