ભારતવંશી નતાશા પેરી વિશ્વની સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થિની જાહેર

વોશિંગ્ટનઃ અમેરિકામાં રહેતી 11 વર્ષીય ભારતીય-અમેરિકી કિશોરી નતાશા પેરીને વિશ્વની સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાંની એક છે, એમ વિશ્વની ટોચની અમેરિકી યુનિવર્સિટીએ જાહેર કર્યું છે. ન્યુ જર્સીની થેલ્મા એલ. સેન્ડમિયર એલિમેન્ટરી સ્કૂલની નતાશાએ SAT અને ACTની અધિકૃત ટેસ્ટમાં અસાધારણ દેખાવને આધારે એ નક્કી કરવામાં આવ્યું હતું. તેને જોન્સ હોપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યૂથ ટેલેન્ટ (VTY) સર્ચના હિસ્સાના રૂપે લેવામાં આવેલી ટેસ્ટમાં તેણે અસાધારણ દેખાવ માટે સન્માનિત કરવામાં આવી છે. તે 84 દેશોમાંના આશરે 19,000 વિદ્યાર્થીઓમાંની એક હતી. જેણે 2020-21માં ટેલેન્ટ સર્ચ યરમાં CTY માં ભાગ લીધો હતો. CTY વિશ્વભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરીને તેમની વાસ્તવિક એકેડેમિક ક્ષમતાઓ માલૂમ કરવા માટે ગ્રેડ સ્તરીય ટેસ્ટિંગનો ઉપયોગ કરે છે.નતાશા પેરીએ સ્પ્રિંગ (વસંત ઋતુ) 2021માં જોન્સ હોપકિન્સ ટેલેન્ટ સર્ચ ટેસ્ટ આપી હતી. તે ગ્રેડ પાંચમાં હતી. તે મૌખિક અને ક્વોન્ટિટેટિવ સેક્શન્સના એડવાન્સ્ડ ગ્રેડ આઠના દેખાવમાં તેના 90 ટકા હતા. આ પ્રકારે જોન હોપકિન્સ CTYમાં હાઇ ઓનર્સ એવોર્ડ માટે માર્ગ કંડાર્યો હતો. એ મને વધુ સારી રીતે કરવા માટે પ્રોત્સાહિત કરશે. તેણે કહ્યું હતું કે ડૂડલિંગ અને જેઆરઆર ટોલ્કિનની નોવેલને વાંચવા અને તેના માટે કામ કરી શકે છે.

CTY ટેલેન્ટ સર્ચ ભાગ લેનારાઓમાંથી 20 ટકાથી પણ ઓછા CTY હાઇ ઓનર એવોર્ડ માટે ક્વોલિફાય (લાયક) બને છે. અમે આ વિદ્યાર્થીઓ સાથે ઉજવણી કરવા માટે તૈયાર છીએ, એમ CTYના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વર્જિનિયા રોશે કહ્યું હતું.