વોશિંગ્ટનઃ યુએસ સ્પેસ એજન્સી નાસા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણીનો બરફ શોધવા માટે મોબાઇલ રોબોટ મોકલવાની યોજના ધરાવે છે. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર, આ પહેલીવાર હશે જ્યારે કોઈ રોબોટ ચંદ્રના આ અસ્પૃશ્ય વિસ્તારમાં પાણીનો બરફ શોધવા માટે ખૂબ નજીકના ફોટોગ્રાફ્સ લેશે. શુક્રવારે નાસાએ જાહેરાત કરી કે તે 2022 માં ગોલ્ફ કાર્ટ આકારનો રોબોટ ચંદ્ર પર મોકલશે.
રિપોર્ટમાં જણાવાયું છે કે વોલેટાઇલ ઇન્વેસ્ટિગેશનિંગ પોલર એક્સપ્લોરેશન રોવર અથવા વીઆઇપીઈઆર નામનો આ રોબોટ લગભગ 100 દિવસ સુધી ચંદ્રની સપાટી પર ડેટા ભેગો કરશે. આ ડેટાનો ઉપયોગ ચંદ્રના પ્રથમ વૈશ્વિક જળ સંસાધન નકશાને અપડેટ કરવા માટે થશે. નાસાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રોબોટ ઘણા માઇલનો પ્રવાસ કરશે અને પ્રકાશ-તાપમાનથી પ્રભાવિત ચંદ્રની જમીનના નમૂનાઓ એકત્રિત કરશે.
નાસાએ કહ્યું છે કે આ રોબોટ ચંદ્રની જમીનના નમૂના લેવા માટે સપાટી પર એક મીટર સુધીની ડ્રિલ કરશે. નાસાએ આ મિશનની જાણકારી એવા સમયે આપી છે જ્યારે ભારતના મિશન ચંદ્રયાન -2ના લેંડર વિક્રમનું સફળ ઉતરાણ થઈ શક્યુંનથી. યુ.એસ. 2024માં ચંદ્ર પર પોતાના પ્રથમ અવકાશયાત્રી મોકલશે. આમાં મહિલાને પહેલાં ચંદ્ર પર મોકલeશે. આ યોજના માટે અમેરિકા લાંબા ગાળાના કાયમી પગલાં લઇ રહ્યું છે.