વોશિગ્ટન- પૃથ્વીની ઉત્તરી દિશા તેમની જગ્યાએથી આગળ ખસી રહી છે, પૃથ્વીનો ચુંબકીય ઉત્તરી ધ્રુવ છેલ્લા કેટલાક દાયકાથી એટલી ઝડપથી આગળ ખસી રહ્યું છે કે ભૂતકાળમાં વૈજ્ઞાનિકોના અનુમાન હવે શિપિંગ પરિવહન માટે યોગ્ય નથી રહ્યાં. સોમવારે વૈજ્ઞાનિકોએ એક અપડેટ જાહેર કર્યું છે, જેમાં ટ્રુ નોર્થ વાસ્તવમાં કયાં હતું. આ અપડેટ સુનિશ્ચિત સમય કરતા આશરે એક વર્ષ પહેલા જાહેર કરવામાં આવ્યું છે.
ચુંબકીય ઉત્તરી ધ્રુવ દર વર્ષે આશરે 55 કિલોમીટર તેમની જગ્યાએથી ખસી રહ્યું છે, જેને 2017માં આંતરરાષ્ટ્રીય તિથી રેખા (આઈડીએલ)ને પાર કરી લીધી હતી. અને હવે તે સાયબેરિયા તરફ આગળ વધતા હાલ કેનેડિયન આર્કટિકથી આગળ વધી રહી છે.
કોલારાડો યુનિવર્સિટીના જિઓફિઝિસ્ટિસ્ટ અને નવા વર્લ્ડ મેગ્નેટિક મોડલના પ્રમુખ શોધકર્તા આર્નોડ ચૂલિયટે જણાવ્યું કે, સતત બદલી રહેલા આ સ્થાનને કારણે સ્માર્ટફોન ઉપરાંત લોકા દ્વારા ઉપયોગમાં લેવાતા કેટલાક ઈલેક્ટ્રોનિક્સ કમ્પાસોમાં સમસ્યા આવી રહી છે. વિમાન અને નૌકાઓ પણ ચૂંબકિય ઉત્તર પર નિર્ભર રહે છે, દિશા જોવા માટે ઉપયોગમાં લેવાતી જીપીએસ સિસ્ટરમ એટલા માટે પ્રભાવિત નથી થઈ કારણ કે તે ઉપગ્રહ આધારિત છે.
સેના શિપિંગ અને પેરાશુટ ઉતારવા માટે એ વાત પર નિર્ભર રહે છે કે, ચૂંબકીય ધ્રુવ કયાં સ્થાન પર છે. આ ઉપરાંત નાસા, સંઘિય વિમાનન પ્રશાસન અને અમેરિકન વન સેવા પણ આનો ઉપયોગ કરે છે. હવાઈ મથકોના રનવેના નામ પણ ચુંબકીય ઉત્તર તરફ તેમની દિશા પર આધારિત હોય છે. અને ધ્રુવના ભ્રમણની સાથે તેમના નામ પણ બદલી જાય છે.
મેરિલેન્ડ યુનિવર્સિટીના જિઓફિઝિસ્ટિસ્ટ ડેનિયલ લેથ્રોપે જણાવ્યું કે, આ ઘટના થવાનું કારણ પૃથ્વીની બહારના આવરણાં હલચલ થઈ રહી છે. ગ્રહના આવરણમાં આયર્ન અને નિકલનો ગરમ પ્રવાહ મહાસાગર છે, જ્યાં હવામાંથી વિદ્યુતિય ક્ષેત્ર પેદા થાય છે. તો બીજી તરફ ચુંબકીય દક્ષિણ ધ્રુવ ઉત્તરની તુલનામાં ખૂબ ધીમી ગતીથી તેનું સ્થાન બદલી રહ્યું છે.