ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ ઉન ગંભીર રીતે બીમાર હોવાનો અને હાલ તેઓ જીવન અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હોવાના સમાચાર વહેતા થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, કાર્ડિયોવાસ્ક્યુલરને કારણે તેમની સારવાર ચાલી રહી છે. અમેરિકાની મીડિયાના રિપોર્ટ્સ મુજબ, સર્જરી બાદ કિમ જોંગ ઉનની તબિયત વધારે બગડી ગઈ છે.
અમેરિકાના એક અધિકારીએ જણાવ્યુ કે, કિમ જોનનું જીવન જોખમમાં છે. રિપોર્ટ મુજબ, કિમ જોંગ ઉનની તબિયત ગયા કેટલાક મહિનાથી ખરાબ છે. કિમ ખૂબ જ સ્મોકિંગ કરે છે. કિમ છેલ્લે 11 એપ્રિલે જોવા મળ્યા હતા. એટલું જ નહીં, કિમ જોંગ તેમના દાદાના જીન્મદિવસ પર આયોજીત કાર્યક્રમમાં પણ હાજર રહ્યા નહતા. જણાવવામાં આવી રહ્યું છે કે, હાલ એક વિલામાં તેમની સારવાર ચાલી રહી છે. રિપોર્ટમાં તેમનું બ્રેન ડેડ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. જો કે અમેરિકાન અધિકારીએ કિમનું બ્રેન ડેડ થયું હોવાના એહવાલ પર કોઈ ટિપ્પણી કરી નથી.
ઉત્તર કોરિયાના મામલાના નિષ્ણાંત બ્રૂસ ક્લીંગરે જણાવ્યું કે, ગયા કેટલાક સમયથી કિમના સ્વાસ્થ્યને લઈને ઘણી અફવાઓ ચાલી રહી છે. અગાઉ કિમ જોંગ ઉન અને તેમના પિતા અંગે કેટલાક ફેક ન્યૂઝ સામે આવ્યા છે. આપણે હજુ રાહ જોવી જોઈએ.
મહત્વનું છે કે, નોર્થ કોરિયામાં તાનાશાહ કિમ જોંગ ઉનની બહેન કિમ યો-જોંગને બીજી સૌથી મહત્વની વ્યક્તિ તરીકે માનવામાં આવે છે. 11 એપ્રિલ 2020ના કિમ યો જોંગને નોર્થ કોરિયા પોલિટ બ્યૂરોમાં અલ્ટરનેટ સભ્ય તરીકે બીજી વખત સામેલ કરવામાં આવ્યા. કિમ યો જોંગ દેશ બહાર પણ નોર્થ કોરિયાનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. ડેલીમેલના રિપોર્ટ પ્રમાણે સાઉથ કોરિયાના સેજોંગ ઇન્સ્ટીટ્યૂટના જાણકાર ચિઓંગ સિઓંગ ચાંગનું કહેવું છે કે કિમ જોંગની બહેન લાંબા સમયથી નોર્થ કોરિયાની સરકારમાં પ્રભાવશાળી ભૂમિકા નિભાવી રહી છે.