વોશિંગ્ટનઃ દુનિયાના સૌથી અમિર વ્યક્તિ અને એમેઝોનડોટકોમ ઈંકના ફાઉન્ડર જેફ બેજોસ પોતાની પત્ની મૈકેંજીથી ડિવોર્સ લેવા જઈ રહ્યા છે. બંન્નેએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે અમે ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો છે. અમે હવે માત્ર મીત્ર બનીને રહીશું. રોકાણકારોની નજર એ વાત પર છે કે આ ડિવોર્સથી એમેજોન બેજોસના કંટ્રોલ પર અસર પડશે કે નહી. એમેજોનના પ્રોફિટ બનાવવાની રાહ પર હોવા સુધી બેજોસ રોકાણકારોનો ભરોસો કાયમ રાખી શકે છે પરંતુ સ્પેસ એક્સપ્લોરેશન કંપની બ્લૂ ઓરિજન સરીખે બેજોસના પ્રોડક્ટ્સ પર આંચ આવી શકે છે. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઈન્ડેક્સ અનુસાર બેજોસ પાસે 137 અબજ ડોલર એટલે કે 96 અરબ રુપિયાની સંપત્તિ છે. એમેઝોનમાં તેમની પાસે આશરે 16 ટકા જેટલો ભાગ છે. વોશિંગ્ટન પોસ્ટ અને બ્લૂ ઓરિજનમાં પણ તેમનો ભાગ છે.
ડિવોર્સ થવા પર ગ્લોબલ વેલ્થ રેંકિંગ બદલાઈ શકે છે. સંપત્તિનો સરખો ભાગ કરવામાં આવશે તે મેકેંજીને 69 અબજ ડોલરની સંપત્તિ મળી શકે છે અને તે દુનિયાની સૌથી અમિર મહિલા બની જશે. તો આ સાથે જ અત્યારે 92.5 અબજ ડોલરની સંપત્તિ વાળા માઈક્રોસોફ્ટ કોર્પના કો ફાઉન્ડર બિલ ગેટ્સ એકવાર ફરીથી દુનિયાના સૌથી અમિર વ્યક્તિ બની જશે. ઓક્ટોબર 2017માં બેજોસે ગેટ્સને પાછળ છોડ્યા હતા.
એમોઝોનનું ડેહક્વાર્ટર વોશિંગ્ટનમાં છે અને અહીંયા બેજોસ દંપતીનું એક ઘર પણ છે. ત્યાંની ફેમિલી લો ફર્મ મૈકિનલે ઈરવિનની વેબસાઈટ અનુસાર વોશિંગ્ટનમાં નિયમ છે કે ડિવોર્સ માટે જો સમજૂતી ન થઈ શકે તો વિવાહ દરમિયાન પ્રાપ્ત પૂરી પ્રોપર્ટી અને દેણાની દેણદારીને કોર્ટ બરાબર એટલે કે સરખા ભાગમાં વહેંચી દેશે. જો કે મૈકિનલેની જ પાર્ટનર જેનિફર પેસીનોએ જણાવ્યું કે અમીર લોકો કોર્ટ સમક્ષ જતા પહેલા જ સંપત્તિ વહેંચી લેવાનો ફોર્મ્યુલા નક્કિ કરે છે.
રિપોર્ટ અનુસાર બેજોસ અત્યારે હોલીવુડના ટેલેન્ટ એજન્ટ અને તેમના દોસ્ત પૈટ્રિક વાઈટસેલની પત્ની લોરેજ સાંચેજના ઈશ્કમાં ગિરફ્તાર છે. સાંચેજ ટીવી એન્કર રહી ચૂકી છે. તે હેલિકોપ્ટર પાઈલટ પણ છે. પ્રાપ્ત વિગતો અનુસાર સાંચેજ અને વાઈટસેલ અલગ થઈ ચૂક્યા છે. બેજોસના એક નજીકના વ્યક્તિએ જણાવ્યું કે મૈકેંજીને ખબર હતી કે ડિવોર્સ પહેલા તેમનાથી અલગ રહેવા દરમિયાન તેના પતિ સાંચેજ સાથે ડેટિંગ કરી રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર બેજોસ અને મૈકેંજીની મુલાકાત ન્યૂયોર્કના હેજ ફંડ ડી ઈ શો માં થઈ હતી. ત્યાં એક પદ માટે મૈકેંજીનું પ્રથમ ઈન્ટરવ્યુ બેજોસે જ લીધું હતું. ત્યારબાદ બંન્ને આજુ-બાજુની જ ઓફિસમાં કામ કરવા લાગ્યા. 1993માં તેમણે લગ્ન કર્યા અને એક વર્ષ બાદ સિએટલમાં બેજોસે એમેઝોનની શરુઆત કરી હતી. બેજોસ અને મૈકેંજીના ચાર બાળકો છે.