ટોક્યોઃ જાપાનમાં 100 વર્ષ કે તેનાથી વધારે વર્ષના લોકોની સંખ્યા પ્રથમવાર 70,000 ને પાર પહોંચી ગઈ છે. જાપાનમાં વડીલોની સંખ્યામાં સતત 49મા વર્ષે વધારો થયો છે. સરકારી આંકડાઓએ આ વાતની જાણકારી આપી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સ્વાસ્થ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રકાશિત આંકડાઓ અનુસાર 100 વર્ષની મહિલાઓની સંખ્યા પુરુષો કરતા વધારે છે, જે કુલ 71,238માંથી 88.1 ટકા છે.
100 વર્ષની ઉંમર સુધી પહોંચનારી મહિલાઓની કુલ સંખ્યા 62,775 જેટલી છે. આ પ્રકારે પુરુષોની સંખ્યા 8,463 જેટલી છે, આમાં 132નો વધારો થયો છે.
116 વર્ષની મહિલા વડીલ તનાકા ફુકુઓકા જાપાનની સૌથી વૃદ્ધ મહિલા છે. તેમનો જન્મ 1903માં થયો હતો. તેમને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં દુનિયાની સૌથી ઘરડી જીવિત વ્યક્તિના ખિતાબથી નવાજવામાં આવ્યા છે. ચિતેતસુ વતનઅબે સૌથી ઘરડા જાપાની પુરુષ છે, આ વ્યક્તિની ઉંમર 112 વર્ષ છે. તેઓ નિગતા પ્રાંતના જોતેસુના રહેવાસી છે.