અંકારા: તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયમ એર્દોગાન એ કહ્યું કે, તુર્કિના અધિકારીઓએ ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના મુખ્યા અબૂ બક્ર અલ-બગદાદીની પત્નીને એક વર્ષ કરતા વધુ સમયથી ધરપકડ કરીને રાખી છે. અમે તેના દેશનિકાલનો પ્લાન બનાવી રહ્યા છીએ.
માહિતીની પુષ્ટી કરતા એર્દોગાને કહ્યું કે, બગદાદીની પત્ની એક વર્ષ કરતા વધુ સમયથી અમારા નિયંત્રણમાં છે. તુર્કીના નેતા એ કહ્યું હતું કે, બગદાદીએ એક સુરંગમાં આત્મહત્યા કરી લીધી. આ વાતને લઈને મીડિયા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો. તેમની પત્નીની ધરપકડ કરવામાં આવી એ અંગે મીડિયામાં કોઈ ચર્ચા થઈ નથી હું પ્રથમ વખત આ માહિતી જાહેર કરી રહ્યો છું. તુર્કીના અધિકારીઓએ કહ્યું કે, અમે બગદાદીની બહેન અને અન્ય સંબંધિઓની પણ ઉત્તરી સીરિયામાંથી ધરપકડ કરી હતી.
સમાચાર એજન્સી એફેના રિપોર્ટ અનુસાર, ગયા મહિને બગદાદીનું મોત થયું ત્યાં સુધી તે વિશ્વનો સૌથી મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. અમેરિકાના વિશેષ દળો સીરિયાના ઈદલિબ પ્રાંતના બારિશા (Barisha) માં અબુ બકર અલ બગદાદીને શોધતા અહીં પહોંચ્યા હતા. બગદાદીના માર્યાની આ પૂરી વાત કોઇ ફિલ્મની ઘટના કરતા ઓછી રોમાંચક નહતી. ટ્રંપે કહ્યું હતુ કે બગદાદીના ઠેકાણાને હેલિકૉપ્ટરથી ઘેરી લેવામાં આવ્યું છે. બગદાદીને સેનાએ બધી તરફથી ઘેરી લીધો. અંત નજીક જોઇ અનેક આતંકીઓએ સરેન્ડર કરી લીધુ પણ બગદાદી સરેન્ડરના બદલે ભાગવા લાગ્યો.
અમેરિકી કમાન્ડોએ તેની પાછળ કૂતરા છોડી દીધા. બગદાદી પોતાની સાથે ત્રણ બાળકો લઇને બંકરમાં ભાગ્યો. પણ કાર્યવાહીમાં ત્રણ બાળકોની મોત થઇ અને બગદાદી છેવટે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી. બગદાદીનું મોત પછી ત્યાં ડીએનએ સાથે તેને મેળવવામાં આવ્યું. અને તે પછી તે જાહેર કરવામાં આવ્યું કે બગદાદીનું મોત થયું છે. નોંધનીય છે કે અમેરિકન સેનાએ બગદાદી સુધી પહોંચવા માટે રશિયા, સીરીયા અને તુર્કીના હવાઇ ક્ષેત્રને પાર કરવું પડ્યું હતું.