પાકિસ્તાનમાં મોંઘવારી દર 25 ટકાઃ SBPએ સરકારની ટીકા કરી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની સેન્ટ્રલ બેન્કે રોકડખેંચનો સામનો કરી રહેલી શહબાઝ શરીફ સરકારની આર્થિક નીતિઓની ટીકા કરી છે. પાકિસ્તાનની મધ્યસ્થ બેન્કે દેશમાં મોંઘવારીની હાલની સ્થિતિ અને નાણાકીય સ્થિરતાની કિંમતે વિકાસને પ્રોત્સાહન આપવા માટે શરીફ સરકારની આલોચના કરી છે. સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાને વાર્ષિક રિર્પોર્ટમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય અનુભવથી એ વાત વારંવાર સામે આવી છે કે મોંઘવારી અને નાણાકીય સ્થિરતાની કિંમતે ગ્રોથ પર ભાર મૂકવાવાળો દેશ ગ્રોથનું સાતત્ય નથી રાખી શકતો અને અન્ય દેશોમાં ગ્રોથમાં ઝડપી ઉછાળા પછી અચાનક નાણાકીય સંકટ જોવા મળ્યું છે, એમ ડોન ન્યૂઝના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

વડા પ્રધાન શહબાઝ શરીફની આગેવાની હેઠળની સરકારે નાણાકીય વર્ષ 2022-23માં ગ્રોથને નજરઅંદાજ કર્યો હતો. જેના પરિણામસ્વરૂપ ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રોથમાં ભારે ઘટાડાનો અંદાજ લગાવ્યો હતો. જે પછી પાકિસ્તાનની સરકારની કિંમતો અને નાણાકીય સ્થિરતા લાવવામાં નિષ્ફળ રહી હતી.

SBPએ વાર્ષિક રિપોર્ટમાં નીચા ગ્રોથનો અંદાજ વ્યક્ત કર્યો હતો. આ ગ્રોથ રેટ ત્રણ-ચાર ટકાથી નીચે રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.

પાકિસ્તાનમાં વિકાસદરમાં નોંધપાત્ર ઘટાડાને કારણે વેપાર ને ઓદ્યૌગિક ક્ષેત્રમાં વધુ છટણી જોવા મલી છે ને આવનારા સમયમાં આવું વધુ જોવા મળે એવી શક્યતા છે. મોંઘવારીને કાબૂમાં કરવાના તમામ પ્રયાસો છતાં છેલ્લા પાંચ મહિનામાં મોંઘવારીનો દર 25 ટકાની આસપાસ રહ્યો છે, જેથી સ્થિરતા અને ગ્રોથ માટે પરિસ્થિતિ અનુકૂળ નથી રહી. વેપાર અને ઉદ્યોગો માટે હાલના સમયમાં અસ્તિત્વ બચાવવું મુશ્કેલ છે, જ્યારે ખાસ કરીને સરકારનું ધ્યાન મોંઘવારી દર વધુ હોય અને વિકાસદર ઓછો હોય.