ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યુયોર્કમાં ભારતીય મૂળના એક યુવકે યુએસબી દ્વારા 59 કોમ્પ્યુટર્સને નષ્ટ કરી દીધા. દોષિત 27 વર્ષના યુવક વિશ્વનાથ અકુથોટા પર આરોપ છે કે એણે અંદાજે રુ.35,46,700ના ઉપકરણને નુકસાન પહોંચાડ્યું. આ સાથે કર્મચારીઓના કામના કલાકો તેમ જ હાર્ડવેરના થઇને અન્ય રુ. 5,10,900 નું નુકસાન કર્યુ. ગુનાની કબુલાત સાથે આ યુવકે પૈસાની ભરપાઇ કરવાની પણ બાંહેધરી આપી. એમ છતાં એને 10 વર્ષની કેદની સજા થઇ.
ઝેડડીનેટ.. દ્વારા સૌથી પહેલાં આ રિપોર્ટ કરવામાં આવ્યો હતો., અદાલતી દસ્તાવેજોના આધારે ધ્યાન પર આવ્યું કે આ ઘટના 14મી ફેબ્રુઆરીના રોજ બની હતી. કોમ્પ્યુટર્સને નષ્ટ કરતી વેળાએ આ શખ્સે ફિલ્માંકન કર્યું હતુ. વિડીયો રેકોર્ડિંગમાં આરોપીએ કહ્યુઃ હું આ માણસને મારવા જઇ રહ્યો છું…આ પ્રકારનો વાર્તાલાપ અને ઘટનાનું શું કારણ હતુ એ હજી સુધી જાણવા મળ્યું નથી.
આ થમ્બ યુએસબી કિલર એકદમ આસાનીથી ઓનલાઇન પર મળી જાય છે, અને એ કેટલીક લીગલ બાબતોમાં પણ વપરાય છે. આખીય પ્રક્રિયા 59 કોમ્પ્યુટર્સ પર યુએસબી દ્વારા કરવામાં આવી એમ અકુથોટાએ જણાવ્યું હતું. નષ્ટ પામેલી સિસ્ટમ્સ, ઇક્વિપમેન્ટ્સ એટલે કે તમામ સામગ્રી સેન્ટ. રોઝ કોલેજ. ન્યૂયોર્કની હતી.
આ વિચિત્ર પ્રકારની ગુનાઇત પ્રવૃત્તિ બદલ અકુથોટાને 10 વર્ષની કેદ તેમજ રુ. 17,349,100 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.