ઈસ્લામાબાદ- ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને પગલે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આજે પત્રકારા પરિષદ યોજી હતી. ઈમરાન ખાને તેમના નિવેદનમાં કહ્યું છે કે, પાકિસ્તના નથી ઈચ્છતું કે આતંકવાદ માટે તેમની જમીનનો ઉપયોગ થાય. હું હિન્દુસ્તાનને કહેવા માગુ છું કે, આપણે લોકોએ બુદ્ધિ અને ભરોસાથી કામ લેવુ જોઈએ. વધુમાં કહ્યું કે, વિશ્વમાં આ પહેલા પણ યુદ્ધો તો થયાં છે પરંતુ તે ક્યારે પૂર્ણ થશે તે નથી જાણી શકાયું.
ઈમરાન ખાને કહ્યું કે. જો એક વખત યુદ્ધ શરુ થાય તો, તે મારા કે નરેન્દ્ર મોદીના અંકુશ પુરતુ જ સિમિત નહીં રહે. અમે નરેન્દ્ર મોદીને પુલવામા સંબંધિત મામલે બેસીને સમાધાન કરવા માટે આવકારીએ છીએ. પુલવામા માં જે કાંઈ થયું, ત્યાર બાદ ભારત જે દર્દથી નિકળી રહ્યું છે તે હું જાણી શકુ છે. છેલ્લા 10 વર્ષમાં હું ઘણી હોસ્પિટલોમાં ગયો છું, બોમ્બ વિસ્ફોટ પીડિતોને મે જોયા છે. હું જાણું છું કે, મરણ પામનારાના પરિવારજનો સાથે શું થાય છે.
વધુમાં કહ્યું કે, પ્રથમ વિશ્વ યુદ્ધ 6 વર્ષ સુધી ચાલ્યુ હતું, બીજા વિશ્વ યુદ્ધમાં હિટલર રશિયા પર જીત મેળવવા ઈચ્છતો હતો, પરંતુ તેવુ ન બની શક્યું. વોર ઓન ટેરરમાં અમેરિકા અફઘાનિસ્તાનમાં 17 વર્ષ સુધી ફસાયેલુ રહ્યું.