વોશિંગ્ટનઃ અમેરિકાના એક થિંક ટેંક અનુસાર એચ1બી વિઝાધારકોને મુખ્યત્વે ખરાબ સ્થિતિમાં કામ કરાવવામાં આવે છે અને તેમની સાથે દુર્વ્યવહારની આશંકા પણ રહેતી હોય છે. થિંક ટેંકે આ મામલે જાણકારી આપતા તેમના વેતનમાં સંતોષજનક વૃદ્ધિ કરવા જેવા સુધારા કરવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે અમેરિકામાં એચ1બી વિઝા પર કામ કરનારા ભારતીયોની સંખ્યા ખૂબ મોટી છે.
સાઉથ એશિયા સેન્ટર ઓફ ધ અટલાન્ટિક કાઉન્સિલે પોતાના એક રીપોર્ટમાં વિઝાધારકો માટે કામની સ્થિતિ વધુ ઉત્કૃષ્ટ બનાવવા અને તેમને જરુરી રોજગાર અધિકાર આપવાની માગ કરી છે. આ રીપોર્ટ તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા એ નિવેદન બાદ સામે આવ્યો છે જેમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ જલદી જ એવા સુધારાઓ કરવા જઈ રહ્યાં છે કે જેનાથી એચ1બી વિઝાધારકોને અમેરિકામાં રોકાવા અને નાગરિકતા પ્રાપ્ત કરવાના સરળ રસ્તાનો ભરોસો મળશે.
ટ્રમ્પે ગત શુક્રવારના રોજ ટ્વિટ કર્યું હતું કે અમેરિકામાં એચ1બી વિઝાધારક આશ્વસ્થ થઈ શકે છે કે જલદી જ એવા બદલાવ કરવામાં આવશે જેનાથી આપને અહીં રોકાવામાં સરળતા પ્રાપ્ત થશે. તો આ સાથે જ આનાથી અહીંયાની નાગરિકતા લેવાનો રસ્તો પણ ખુલશે. અમે પ્રતિભાશાળી અને ઉચ્ચ દક્ષ લોકોને અમેરિકામાં કરિયર બનાવવા માટે વેગ આપીશું.
આ રીપોર્ટ હાવર્ડ વિશ્વ વિદ્યાલયના રોન હિરા અને સાઉથ એશિયા સેન્ટર ઓફ ધ અટલાન્ટિક કાઉન્સિલના પ્રમુખ ભરત ગોપાલ સ્વામીએ તૈયાર કર્યો છે. રિપોર્ટ અનુસાર વર્તમાન વ્યવસ્થાથી ન માત્ર અમેરિકીઓને નુકસાન થાય છે પરંતુ આનાથી એચ1બી કર્મચારીઓ સાથે દુર્વ્યવહારની આશંકા પણ રહે છે.
રીપોર્ટમાં કહેવાયું છે કે એચ1બી કર્મચારીઓ ઓછા વેતન પર કામ કરી રહ્યાં છે તેમના ઉત્પીડનની આશંકા બનેલી રહે છે અને તેમના માટે કામની સ્થિતિ યોગ્ય નથી. ઉચિત અધિકાર મળવાથી ન માત્ર તેમના જીવનમાં બદલાવ થશે પરંતુ આનાથી અમેરિકી કર્મચારીઓને ઉત્કૃષ્ટ સુવિધા પ્રાપ્ત થશે. રિપોર્ટમાં કહેવાયું છે કે પર્યાપ્ત સુરક્ષા ઉપાયોને અપનાવવાથી એ પણ સુનિશ્ચિત થશે કે એચ1બી કાર્યક્રમ વિદેશી શ્રમિકોની ભરતીથી શ્રમિકોની કમીને પૂરી કરીને અમેરિકી અર્થવ્યવસ્થામાં યોગદાન આપે.
થિંક ટેંકે ત્રણ પ્રમુખ સુધારાઓની ભલામણ કરી અને કહ્યું કે આ તમામ નિયોક્તાઓ પર લાગુ થવા જોઈએ. આમાં એચ1બી વિઝાધારકોનું વેતન વધારવું અને એક પ્રભાવી તેમજ ઉચિત ક્રિયાવલીને લાગુ કરવા જેવા ઉપાયો સમાવિષ્ટ છે.