ટ્રમ્પની આ આદતોથી નારાજ છે 70 ટકા અમેરિકી યુવાનો…

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને લઈને દેશના યુવાનો ટ્રમ્પથી દૂર થઈ રહ્યા છે. એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે 60 ટકાથી વધારે યુવાનો ટ્રમ્પને પસંદ નથી કરતા. આશરે માત્ર 37 ટકા લોકો જ ટ્રમ્પના પક્ષમાં છે. સર્વે અનુસાર આશરે 70 ટકા લોકોએ ટ્રમ્પ દ્વારા ટ્વિટર પર થઈ રહેલા વર્તનનો અસ્વીકાર કર્યો છે. તેમના અનુસાર ટ્રમ્પ ખૂબ વધારે ટ્વિટ કરે છે.

મેસેચ્યૂએટ્સ-લોવેલ યૂનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 18 થી 37 વર્ષના 1023 અમેરિકી યુવાનોને શામેલ કરવામાં આવ્યા છે. ટ્રમ્પના પ્રદર્શનનું આંકલન બંદૂક નિયંત્રણ,આવ્રજન નીતિઓ અને 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીના સંભવિત ઉમેદવાર જે પ્રમુખ મુદ્દાઓના આધાર પર કરવામાં આવ્યો. યૂનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર જોન ક્લૂવેરિઅસે જણાવ્યું કે રિપબ્લિકન યુવાનોને ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ તરીકે તેમના કામો પસંદ છે. પરંતુ તેમાં 40 ટકા લોકો ઈચ્છે છે કે ટ્રમ્પ ટ્વિટ કર્યા કરે. તેમણે કહ્યું કે આનાથી ખ્યાલ આવે છે કે તેમના કટ્ટર સમર્થકોના વચ્ચે કાર્યાલય માટે રાષ્ટ્રપતિના વ્યક્તિગત દ્રષ્ટિકોણની ચિંતા છે.

બંદૂક નિયંત્રણ મુદ્દા પર 60 ટકા લોકોએ હથિયારોની ખરીદ અને સાથે રાખવા પર વધતા પ્રતિબંધનું સમર્થન કર્યું. તો 21 ટકા લોકોએ કહ્યું કે વર્તમાન પ્રતિબંધ પર્યાપ્ત છે. 18 ટકા લોકોએ પ્રતિબંધોને ઓછા કરવાની વાતનું સમર્થન કર્યું. સર્વેમાં યુવાનોને 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવારોની ક્ષમતાઓ મામલે પણ પૂછવામાં આવ્યું. આ વાત પર 54 ટકા યુવાનોએ કહ્યું કે ડેમોક્રેટિક ઉમેદવારની પસંદગી કરશે, પછી ભલે તે કોઈપણ હોય. તો 27 ટકા લોકોએ ટ્રમ્પને પોતાની પસંદ ગણાવ્યા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]