કેલિફોર્નિયા- અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત ટોરેન્સ શહેરમાં સેન્ટ જેમ્સ કેથોલિક સ્કૂલની બે નનોં પર ટ્યૂશન ફી અને ડોનેશનમાંથી આશરે સાડા ત્રણ કરોડ રૂપિયા ચોરી કરવાનો આરોપ છે. અધિકારીઓ અને વાલીઓએ ‘લોંગ બીચ પ્રેસ ટેલીગ્રામ’ ને જણાવ્યું હતું કે, બંને નનોંએ આ ચોરી કરેલા પૈસા હરવા ફરવા અને કસીનોમાં જુગાર રમવામાં ઉડાવી દીધા હતાં.મીડિયા અહેવાલોમાં બૅન્કના રેકોર્ડ્સના આધારે જણાવામાં આવ્યું છે કે, સિસ્ટર મેરી માર્ગરેટ રેપર અને સિસ્ટર લાના ચેન્ગ સ્કુલમાં રહીને છેલ્લા દસ વર્ષથી છેતપીંડિ કરી રહી હતી. આ વર્ષની શરૂઆતમાં રેપર સ્કુલના આચાર્ય પદ પરથી નિવૃત્ત થઈ હતી. તેની પાસે ટ્યુશન ફીના તમામ ચેક અને ફી સંભાળવાની જવાબદારી હતી. તે જ સમયે ચેન્ગ સ્કૂલમાં શિક્ષિકા હતી.
એવો આરોપ છે કે તેણે કેટલાક ચેક ચોરી લીધા છે અને તેમને ગુપ્ત ખાતા મારફતે પૈસા ઉપાડી લીધા છે. આ ગુપ્ત ખાતાઓ અંગે માત્ર રેપર અને ચેન્ગ જ જાણતા હતાં. તપાસકર્તાઓએ શોધી કાઢ્યું છે કે, બંનેએ ચોરી કરેલી કુલ રકમમાંથી અમુક રમક સ્કુલને પરત કરી દીધી છે. જ્યારે બાકીની રકમનો બંન્નેએ તેમના પોતાના લાભ માટે ઉપયોગ કર્યો હતો.
આ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે ગત સપ્તાહે ચર્ચના કે-8 સ્કૂલે જાણકારી આપી કે, બંન્ને નનો આ વર્ષની શરુઆતમાં સેવાનિવૃત થઈ ગઈ છે, અને તેમણે શાળાના ભંડોળનો દુરુપયોગ કર્યો છે. વાસ્તવમાં રેપરની નિવૃતત્તી પહેલાં જ સ્કૂલના એકાઉન્ટ્સનું ઑડિટ કરવામાં આવ્યું હતું.
ઓડિટ દરમિયાન જાણવા મળ્યું કે શાળા ખાતાને બદલે અન્ય બેંક ખાતામાં ચેક જમા કરાવવામાં આવ્યા છે. આર્કડોસિસ (મુખ્ય પાદરીના ક્ષેત્રાધિકાર) એ શંકાના આધારે, આ બાબતની તપાસ કરી, જેના પછી સત્ય સામે આવ્યું.