વોશિંગ્ટનઃ વર્ષ 2015માં સીરિયાઈ બાળક એલન કુર્દીની તસવીર આપને યાદ હશે. સમુદ્ર કિનારે પડેલી તે બાળકની લાશને જોઈને આખી દુનિયા રડી હતી. હવે ચાર વર્ષ બાદ અમેરિકાથી આવી જ એક તસવીર સામે આવી છે. આ તસવીરમાં એક રિફ્યૂજી પિતા અને તેની ટી-શર્ટમાં લપેટાયેલી તેની દીકરીની લાશ છે. આ તસવીરે એકવાર ફરીથી સોશિયલ મીડિયાની દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. પિતાપુત્રીના મોતનું કારણ અમેરિકાની નવી વિઝા નીતિ જ છે.
સેન્ટ્રલ અમેરિકા પાસેના જ એક દેશ El Salvador ના રહેનારા વાલે ઓસ્કર એલબેર્તો મારટિનેજ રૈમિરેજ અને તેમની દીકરી વલેરિયાના આ ફોટોને એક મેક્સિકન સમાચાર પત્રએ છાપ્યો છે. ફ્રન્ટ પેજ પર છપાયેલા આ ફોટાને મંગળવારના રોજ છાપવામાં આવ્યો અને બુધવાર સુધી આ ફોટોગ્રાફ્સ આખી દુનિયામાં ફેલાઈ ગયા.
ફોટોગ્રાફમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક નદીના કીનારે કે જ્યાં ઘાસ પથરાયેલું છે ત્યાં ઓસ્કરની સાથે તેમની દિકરીની લાશ લપેટાયેલી છે. આ તળાવ અમેરિકી-મેક્સિકન બોર્ડર પાસે રિયો ગ્રાંડ જ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રૈમિરેજ છેલ્લા લાંબા સમયથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા અને એટલા માટે જ તેઓ પરેશાન હતા. તેઓ અમેરિકામાં આવવા ઈચ્છતાં હતાં અને શરણ માંગી રહ્યા હતા.
રવિવારે જ્યારે તેઓ નદી પાર કરી રહ્યા હતા, તે સમયે કીનારા પર બેસીને થોડીવાર તેમને પોતાની પત્નીની રાહ જોઈ. પરંતુ ત્યાં જ તેમની દીકરી પાણીમાં પડી ગઈ. તેને બચાવવા માટે તેઓએ પણ પાણીમાં છલાંગ લગાવી દીધી. તેઓ પોતાની દીકરીને બચાવવા માટે નદીની એક એવી જગ્યાએ પહોંચી ગયા કે જ્યાંથી બહાર આવવું અશક્ય હતું અને પરિણામે તેમણે અને તેમની દીકરી બંનેએ પોતાનો જીવ ગુમાવ્યો.