વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો સાથે જોડાયેલી સરહદ પર ગેરકાયદે આવવાનો ઈરાદો રાખતાં પ્રવાસીઓને કહ્યું કે અમેરિકામાં તેમના માટે કોઈ જ જગ્યા નથી બચી. ટ્રમ્પ મેક્સિકો સીમા પર સંકટ વિરુદ્ધ પોતાની ઝૂંબેશને 2020માં બીજીવાર રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યાના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માને છે.
મધ્ય અમેરિકામાં હિંસાથી પરેશાન થઈને અહીં આવનારા પ્રવાસીઓની સંખ્યા તેજીથી વધી રહી છે. જો કે આ વાતને લઈને લોકોના મંતવ્યો વહેંચાયેલા છે કે આ રાષ્ટ્રીય સંકટ છે કે નથી. ટ્રમ્પે મેક્સિકો સાથે જોડાયેલી દેશની સરહદથી ખોટી રીતે પ્રવાસીઓ જે આવે છે તેને રાષ્ટ્રીય સંકટ જાહેર કર્યું છે. ટ્રમ્પે કાલેક્સિકોમાં સીમા સાથે જોડાયેલા એજન્ટો અને અન્ય અધિકારીઓને કહ્યું કે અમેરિકા આવનારા લોકો માટે સંદેશ છે, પ્રણાલીમાં હવે જગ્યા નથી અને અમે હવે લોકોને આવવા ન દઈ શકીએ. અમારા દેશમાં જગ્યા નથી. એટલા માટે પાછા જતાં રહો.
દરમિયાન સરહદ પાસે મેક્સિકો દ્વારા મેક્સિકેલી શહેરમાં આશરે 200 પ્રદર્શનકારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓએ બેનર પકડ્યું હતું. આ બેનર પર લખ્યું હતું કે પરિવારોને અલગ કરવાનું બંધ કરો અને જો તમે દીવાલ બનાવશો તો તેને તોડી દેવામાં આવશે. આ વચ્ચે સીમા પર અમેરિકા દ્વારા એકત્ર થયેલા લોકોએ નારા લગાવીને દીવાલ બનાવવા માગણી કરી.