નવી દિલ્હીઃ મનુષ્યના જીન્સના એક નાના ઉપ્તરિવર્તન તેને દારુ કે અન્ય માદક પદાર્થોનો એદી બનાવી શકે છે. સીઓએમટી નામક જીન શરીરને ડોપામાઈનના પ્રબંધનમાં મદદ કરે છે. ડોપામાઈન એક રસાયણ છે, જે વ્યક્તિના દારુ પીવા અથવા માદક પદાર્થ લેવા દરમિયાન જાહેર થાય છે.
યૂનિવર્સિટી ઓફ ઓકલહોમાના કોલેજ ઓફ મેડિસિનના વિલિયમ આર.લોવાલોએ સીઓએમટીના ઉત્પરિવર્તન પર ફોકસ કર્યું છે. સીઓએમટી જીનમાં ઉપ્તરિવર્તન વાળા લોકો શરુઆતમાં જીવનમાં અવસાદના પ્રભાવો પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે.
સીઓએમટી જીનનું કારણ અવસાદને લઈને વધારે જોખમ હોવાના કારણે વ્યક્તિ 15 વર્ષથી ઓછા આયુષ્યમાં જ દારુ અને માદક પદાર્થોની તરફ પ્રેરિત થાય છે.
આ શોધનું પ્રકાશન પત્રિકા એલ્કોહોલિઝમ ક્લિનિકલ એન્ડ એક્સપેરિમેન્ટલ રિસર્ચમાં કરવામાં આવ્યું છે.
લોવાલોએ કહ્યું કે શરુઆતી જીવનની પ્રતિકૂળતા દરેકને દારુના એદી નથી બનાવતી. તેમણે કહ્યું કે શોધથી ખ્યાલ આવે છે કે આ જીન સંબંધી ઉત્પરિવર્તન વાળોના જીવનમાં ડીપ્રેશન વધવા પર તેના એદી થવાનો વધારે ખતરો હોય છે.