બેજિંગઃ ચીનની સેનાના એક શીર્ષ જનરલ ભ્રષ્ટાચાર મામલે દોષીત સાબિત થતા તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સૈન્ય અદાલતે આ સપ્તાહે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. જનરલ ફાંગ ફેંગુઈ ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મીના પૂર્વ ચીફ ઓફ જોઈન્ટ સ્ટાફ હતા અને તેમણે લાંચ લઈને પોતાની સંપત્તિ બનાવી હતી.
ફાંગ તે શક્તિશાળી કેન્દ્રીય સૈન્ય આયોગનો ભાગ હતા જેના પ્રમુખ રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે. 67 વર્ષીય ફાંગ 2017માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થયેલી પ્રથમ બેઠક દરમિયાન આ બેઠકનો એક ભાગ હતા. આ સાથે જ આ જનરલ નવેમ્બર 2016 માં ચીનની યાત્રા પર ગયેલા તત્કાલીન ભારતીય સેના પ્રમુખ દલબીર સિંહ સાથે મુલાકાત કરી હતી.
આ સપ્તાહની શરુઆતમાં ફાંગને ઉંમર કેદની સજા સંભળાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કોર્ટ અનુસાર ફાંગને લાંચ લેવા અને દેવાની સાથે જ તેની પાસેથી બેનામી સંપત્તિ મળી આવી હતી. જીવનભર માટે તેને રાજનૈતિક અધિકારોથી વંચિત કરી દેવામાં આવ્યા છે અને તેમની સંપત્તિને જપ્ત કરી લેવામાં આવી છે.
ફાંગની જપ્ત કરવામાં આવલી બેનામી સંપત્તિને સરકારના કોષમાં જમા કરી દેવામાં આવશે. ફાંગનો સંદિગ્ધ લાંચ કેસ વર્ષ 2018 ના જાન્યુઆરીમાં મિલિટ્રી પ્રોસિક્યૂશન ઓથોરિટી પાસે ટ્રાંસફર કરવામાં આવ્યો હતો. આ વર્ષે ઓક્ટોબરમાં ફાંગને અનુશાસન અને કાયદાના ઉલ્લંઘનને લઈને સીપીસી અને પીએલએથી દૂર કરી દેવામાં આવ્યા છે.