બીજિંગ: હાર્ટ અને રક્તવાહિની સંબંધિત બીમારીઓ સામે એક નવી વેક્સિન વિકસિત કરવામાં આવી છે. ચીનની નેનઝિંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંશોધકો દ્વારા બનાવેલી આ વેક્સિન રક્તવાહિનીઓમાં બ્લડ ક્લોટ્સ થવાથી થતી સમસ્યાઓ, હાર્ટ અટેક અને સ્ટ્રોક સામે અસરકારક સાબિત થઈ છે.
ક્લિનિકલ સ્ટડી અને પ્રારંભિક પરિણામો
ઉંદર પર કરવામાં આવેલા પ્રયોગોમાં, આ વેક્સિને બ્લડ ક્લોટ્સ અને હાર્ટ અટેકની સંભાવના ઘટાડવામાં અસરકારક પરિણામ આપ્યા છે. વિજ્ઞાાનીઓનું માનવું છે કે આ વેક્સિન માનવ શરીર માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે, જો કે વધુ પરીક્ષણોની જરૂર છે.
વેઇક્સિનનું કાર્યપદ્ધતિ
- આ વેક્સિન એન્ટિજેન અને એડજુવન્ટ દ્વારા શરીરના ઇમ્યુન સિસ્ટમને ઉત્તેજિત કરે છે.
- ડેન્ડ્રિટિક સેલ્સને સક્રિય કરી એન્ટિબોડી પ્રોડક્શન વધારવામાં મદદ કરે છે.
- કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત કરવામાં પણ આ વેક્સિન મદદરૂપ થઈ શકે છે.
વિશ્વભરમાં હાર્ટ રોગના વધતા કેસ
તાજા મેડિકલ સ્ટડી અનુસાર, 40-69 વર્ષની ઉંમરના મૃત્યુ પામેલા લોકોમાં 45% કેસ હાર્ટ અટેકના હતા. ભારત જેવા દેશોમાં 30-50 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. આહાર, બદલાતી લાઈફસ્ટાઈલ અને આનુવંશિકતા, આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર અને એર પોલ્યુશન સ્ટ્રેસ જેવા આ રોગ થવાના મુખ્ય પરિબળો છે. આ વેક્સિન હજી પ્રાયોગિક તબક્કામાં છે. માનવ પરિક્ષણ સફળ રહે તો ભવિષ્યમાં હાર્ટ અટેક અને સ્ટ્રોક સામેની મહત્ત્વપૂર્ણ રક્ષણાત્મક સારવાર બની શકે.
