3500 ફૂટની ઊંચાઈ પર વિમાનમાંથી કૂદી પડી કેમ્બ્રિજ યૂનિવર્સિટીની આ વિદ્યાર્થિની

નવી દિલ્હી- કેમ્બ્રિજ યૂનિવર્સિટીની એક વિદ્યાર્થીનીનું 3500 ફૂટ ઊંચાઈ પર ઉડી રહેલા વિમાનમાંથી પડવાને કારણે મોતા થઈ ગયું. 19 વર્ષની એલેના કટલેન્ડ મેડાગાસ્કરની રિસર્ચટૂર પર જઈ રહી હતી. બાયોલોજિકલ નેચરલ સાયન્સના દ્વિતિય વર્ષમાં અભ્યાસ કરતી એલેના એઝાઝેવીમાં રિસર્ચ કર્યા પછી પરત ફરી રહી હતી.

તેમનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. આશંકા છે કે, કદાચ તેમનો મૃતદેહ હવે ક્યારેય નહીં મળે કારણ કે, તે જે વિસ્તારમાં નીચે પટકાઈ છે, તે એકદમ અંતરિયાળ દુર્ગમ વિસ્તાર છે.

તપાસ દળનું કહેવું છે કે, વિદ્યાર્થીનીએ જાણી જોઈને વિમાન પરથી કૂદીને પોતાનો જીવ ગુમાવ્યો છે. વિદ્યાર્થીની રિસર્ચ ટ્રિપમાં ફેઈલ થઈ ગઈ હતી જેનું ફંડિંગ તેમણે પોતે જ કર્યું હતું. વિદ્યાર્થીનીને પાંચ paranoia એટેક આવી ચૂક્યાં છે. એલેનાની તેમના સાથી મિત્રો સાથે લડાઈ પણ થઈ હતી. બ્રિટિશ ટૂરિસ્ટ રૂથ જોનસને એલેનાને વિમાનમાંથી કૂદતા રોકવાની કોશિશ કરી હતી. આ નાન વિમાનમાં માત્ર એક રૂથ અને એક પાયલોટ જ હતાં.

સ્થાનિક પોલીસે જણાવ્યું કે, એલેના પોતાને છોડાવવામાં સફળ રહી અને હિન્દ મહાસાગરના દ્વિપના સુમસાન જંગલોમાં પડી હતી. જોનસન અને પાયલટના નિવેદન પર સ્થાનિક પોલીસે સમગ્ર ઘટનાનું રિક્રિયેશન કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર c168 એરક્રાફ્ટ ત્રણ યાત્રિઓ (જોનસન, એલેના અને પાયલટ) સાથે અંજાજેવીથી ટેક ઓફ કર્યું હતું. વિમાને ઉડાન ભર્યાના 10 મિનિટ બાદ એલેનાએ તેમનો સીટ બેલ્ટ ખોલી અને પ્લેનનો દરવાજો ખોલવા લાગી હતી. તે બહાર કૂદવાની કોશિશ કરી રહી હતી.

એલેનાના પરિવારે કહ્યું કે, અમારી દિકરી એલેના ખુબજ મેઘાવી, આત્મનિર્ભર યુવા છોકરી હતી જેને દરેક લોકો પ્રેમ કરતા હતાં. અમને એ વાતની જાણ હતી કે, સ્ટડી ટૂર પર ગઈ છે પરંતુ અચાનક તેમનો સંપર્ક બંધ થઈ ગયો હતો. એલેના ખુબજ ટેલેન્ટેડ હતી. તેમને જાનવરો અને પ્રકૃતિ સાથે પ્રેમ હતો તે મેડાગાસ્કરમાં તેમના સપનાઓને પૂરા કરવા માટે એકદમ ઉત્સાહિત હતી.  તે કેમ્બિજમાં એક ડાન્સ સોસાયટીની વાઈસ પ્રેસિડેન્ટ પણ હતી.