વોશિગ્ટન: અમેરિકના પ્રસિદ્ધ નાગરિક અધિકાર નેતા સાંસદ જોન લુઈસ એ મહાત્મા ગાંધી અને માર્ટિન લૂથર કિંગ જૂનિયરના વિચારોનો પ્રચાર કરવા માટે અમેરિકન પ્રતિનિધિ સભામાં એક બિલ રજૂ કર્યું છે સાથે તેમણે આના માટે આગામી 5 વર્ષ માટે 15 કરોડ ડોલર ખર્ચની માગ કરી છે. ગાંધીની 150મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં રજૂ કરેલ હાઉસ બિલ (એચઆર 5517) વિશ્વના બે સૌથી મોટા લોકતંત્રો વચ્ચે મિત્રતા અને ગાંધી તેમજ લૂથર કિંગ જૂનિયરના વિચારો અને તેનુ યોગદાન દર્શાવે છે.
બિલની અન્ય જોગવાઈઓમાં ગાંધી-કિંગ ‘ડેવલપમેન્ટ ફાઉન્ડેશન’ની સ્થાપના કરવાનું પણ સામેલ છે, જેથી ભારતીય કાયદા હેઠળ યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુએસએઆઈડી) દ્વારા રચના કરવામાં આવશે. બિલમાં આ ફાઉન્ડેશન માટે યુએસએઆઈડીને આગામી 5 વર્ષ સુધી દર વર્ષે ત્રણ કરોડ રુપિયા આપવાની માગ કરવામાં આવી છે.
બિલમાં કહેવામાં આવ્યું છે કે, આ ફાઉન્ડેશન અમેરિકા અને ભારતની સરકાર દ્વારા ગઠિત એક પરિષદ હશે જે સ્વાસ્થ્ય, પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તન, શિક્ષા, મહિલા સશક્તિકરણના ક્ષેત્રોમાં નોન સરકારી સંગઠનોને ગ્રાન્ટ આપશે.
આ બિલને ભારતીય મૂળના અમેરિકી સાંસદ ડો. એમી બેરા, રો ખન્ના, અને પ્રમીલા જયપાલ ઉપરાંત બ્રેંડા લોરેસ, બ્રાન્ડ શેરમેન અને જેમ્સ મેકગવર્નનું સમર્થન મળ્યું છે. અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલા એ આ બિલનું સ્વાગત કરતા કહ્યું કે, આ ભારત અને અમેરિકા વચ્ચે સાંસ્કૃતિ અને વૈચારિક સંબંધોને મજબૂત કરે છે.