શી જિનપિંગે ટ્રમ્પને કહ્યુંઃ અમેરિકી હસ્તક્ષેપથી ચીનના હિતોને નુકસાન થશે

બેજિંગઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકાના પોતાના સમકક્ષ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું કે, તાઈવાન, હોંગ-કોંગ, શિનજિયાંગ અને તિબ્બતના સંબંધમાં અમેરિકાની ટિપ્પણીઓ અને તેના કામોના કારણે બે આર્થિક મહાશક્તિઓ વચ્ચેના સંબંધો પર અસર પડી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ટ્રમ્પ સાથે ફોન પર થયેલી વાતમાં શી એ જણાવ્યું કે અમેરિકાએ ચીનના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કર્યો અને ચીનના હિતોને નુકસાન પહોંચાડ્યું છે જે પરસ્પર વિશ્વાસ અને દ્વિપક્ષીય સહયોગ માટે નુકસાનકારક છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શી જિનપિંગે કહ્યું કે, ચીન આશા રાખે છે કે અમેરિકા વિભિન્ન વાતચીતોમાં બંન્ને દેશના નેતાઓ વચ્ચે બનેલી મહત્વપૂર્ણ સહમતીનું પાલન કરશે, ચીનની મુશ્કેલીઓ અથવા તેના વાંધાઓને મહત્વ આપશે અને એ સુનિશ્ચિત કરશે કે દ્વિપક્ષીય સંબંધ અને મહત્વપૂર્ણ એજન્ડા ખરડાય નહી.