અમૃતપાલસિંહ નેપાળમાં છૂપાયો હોવાની શંકા

કાઠમંડુઃ ભારત સરકારે નેપાળ સરકારને વિનંતી કરી છે કે ભારતમાં ભાગેડૂ જાહેર કરાયેલો શીખ કટ્ટરવાદી અને ખાલિસ્તાનવાદી અમૃતપાલસિંહ નેપાળમાં છૂપાયો હોવાની શંકા છે. એને કોઈ ત્રીજા દેશમાં ભાગવા દેતા નહીં અને જો એ ભારતીય પાસપોર્ટ કે કોઈ અન્ય નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને ભાગવાનો પ્રયાસ કરે તો એની ધરપકડ કરી લેજો.

કાઠમંડુ પોસ્ટ અખબારના અહેવાલ અનુસાર, કાઠમંડુ સ્થિત ભારતીય એલચી કચેરી દ્વારા નેપાળના કોન્સ્યૂલર સર્વિસીસ વિભાગને આ વિશેનો વિનંતી પત્ર મોકલવામાં આવ્યો છે. જોકે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ તરફથી આ પત્ર વિશે તાત્કાલિક કોઈ સમર્થન મળ્યું નથી.