ઈરાનના કમાન્ડર સુલેમાનીને મારવાનો આદેશ ટ્રમ્પે આપ્યો હતો

નવી દિલ્હીઃ ઈરાકની રાજધાની બગદાદમાં થયેલા અમેરિકી હુમલામાં ઈરાનના ટોપ મિલિટ્રી કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતનો આદેશ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો હતો. પેન્ટાગને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશમાં અમેરિકી કર્મચારીઓની સુરક્ષા માટે રક્ષાત્મક કાર્યવાહી કરતા ઈરાનના રિવોલ્યૂશનરી ગાઈડ કમાન્ડર કાસિમ સુલેમાનીને મારવાનો આદેશ આપ્યો હતો. અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગને કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડના ટોપ કમાન્ડર કાસિમ સુલેમાનીને મારવાનો આદેશ આપ્યો હતો. પેન્ટાગને કહ્યું કે જનરલ કાસિમ સુલેમાની ઈરાક અને ત્યાં સ્થિત અન્ય અમેરિકી રાજદૂતો અને એમ્બેસીના અન્ય કર્મચારીઓ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. જનરલ સુલેમાની અને તેમની ફોર્સ સેંકડો અમેરિકી લોકો અને અન્ય સહયોગી સભ્યોના મોત અને હજારો લોકોને ઘાયલ કરવા માટે જવાબદાર હતા.

સુલેમાનીના મોત બાદ ટ્રમ્પે કોઈપણ વિસ્તૃત જાણકારી આપ્યા વગર અમેરિકી ફ્લેગ ટ્વીટ કર્યો હતો. ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડે સરકારી ટેલીવિઝન પર એક નિવેદનમાં કુદ્સ યૂનિટના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતની મુષ્ટી કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બગદાદમાં અમેરિકી દળોના હુમલામાં તેમનું મોત થયું છે.

કાસિસ સુલેમાની મામલે કહેવામાં આવે છે કે તેમણે જ ઈરાકમાં ઈરાન સમર્થક પોપ્યુલર મોહિલાઈઝેશન ફોર્સને તૈયાર કરી હતી. આ સાથે જ હથિયારધારી સંગઠન હિજબુલ્લાહ અને પેલેસ્ટાઈનમાં સક્રિય આતંકી સંગઠન હમાસને પોતાનું સમર્થન આપ્યું હતું. ગત દિવસોમાં ઈરાંક સ્થિત અમેરિકી એમ્બેસી પર લોકોની ભીડે હુમલો કર્યો હતો. અમેરિકાએ આનો આરોપ પણ ઈરાન પર લગાવ્યો હતો.

ઈરાકના એક પત્રકારે ટ્વીટ કરીને જણાવ્યું કે, કાસિમ સુલેમાનીના મોતની પુષ્ટી તેમના દ્વારા પહેરવામાં આવેલી વીંટીથી થઈ છે. કાસીમ સુલેમાની પોતાના હાથમાં એક લાલ રંગની વીંટી પહેરતા હતા. ઈરાકી પત્રકારે ઘટનાસ્થળનો ફોટો શેર કર્યો છે જેમાં એક મૃતકના હાથમાં એ જ લાલ રંગની વીંટી દેખાઈ રહી છે.