નવી દિલ્હીઃ અમેરિકાના બેસ્ટબ્રુકમાં આવેલી એક નદીમાં ખૂબ મોટી બરફની એક પ્લેટ બની રહી છે. આ આઈસ ડિસ્ક સાઈઝમાં ખૂબ જાડી છે. આને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શું આ એલિયન્સ માટે એક લેન્ડિંગ ઝોન બન્યો છે? એવું કહેવાઈ રહ્યું છે કે નદીમાં થયેલો આ વિશેષ બદલાવ એક એલિયન સ્પેસક્રાફ્ટ, એક કેરસેલ, અને એક ચંદ્રના કારણે હોઈ શકે છે.
રિસર્ચર્સનું માનવું છે કે આઈસ ડિસ્ક પાણીના તાપમાનમાં થયેલા બદલાવના કારણે બની છે. આ આઈસ ડિસ્ક ધીરે-ધીરે કાઉન્ટર્સ-ક્લોકવાઈઝ ફરી રહી છે. આના કિનારાઓ પર બતકો દેખાઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે નદીમાં બની રહેલા આ આઈસ ડિસ્કને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ આઈસ ડિસ્ક અસામાન્ય છે પરંતુ આ પ્રાકૃતિક પણ છે. આવું ત્યારે થાય છે કે જ્યારે બરફનો એક ટુકડો ટુટીને અલગ થાય છે અને ફરવા લાગે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમણે પહેલા પણ આઈસ ડિસ્ક જોયા છે. પરંતુ આવડુ મોટું આઈસ ડિસ્ક પહેલીવાર દેખાયું છે અને આને લઈને અલગ-અલગ પ્રકારના મંતવ્યો પણ સામે આવ્યા છે.